વડોદરા સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો:સગીરાને મુંબઈ લઈ જઈ અશ્લીલ હરકતો કરનાર આરોપીને 7 વર્ષની સખત કેદ, પીડિતાને 45 હજાર વળતર આપવા આદેશ

Gujarat5/14/2026, 3:46:55 PM
વડોદરા સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો:સગીરાને મુંબઈ લઈ જઈ અશ્લીલ હરકતો કરનાર આરોપીને 7 વર્ષની સખત કેદ, પીડિતાને 45 હજાર વળતર આપવા આદેશ
વડોદરાના સિટી વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને રીક્ષા ચાલક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. ત્યારબાદ સગીરાને આરોપીના સંબંધીના ઘરે રાખીને જાતીય સતામણી કરી હતી. જેની ફરીયાદ માતાએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ પોકસો અને અપહરણના ગુનામાં સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કેસમાં આરોપી સમીર અબ્દુલ લતીફ ઉર્ફે જેનુભાઈ શેખ (રહે. યાકુતપુરા ભોઈવાડા, કન્યાશાળા સ્કૂલ પાસે, વડોદરા)ને દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી સગીરાને મુંબઈ લઈ ગયો હતો 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને સમીર શેખ નામનો અપહરણ કરી ભગાડી ગયો હતો. ત્યારબાદ તેને તેના સંબંધીના ઘરે મુંબઈમાં રાખી હતી, ત્યારે આરોપીએ તેના સંબંધીના ઘરે સગીરા સાથે જાતીય સતામણી અને છેડછાડ કરી હતી. માતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સગીરાનું અપહરણ કરનાર આરોપીની શોધખો શરૂ કરી હતી. આરોપીને સાત વર્ષની સખત કેદની સજા આ દરમિયાન આરોપી અને સગીરાને પોલીસે શોધી કાઢ્યા હતા. જેમાં પોલીસે સમીર શેખની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ પક્ષોના કેસની સુનાવણી બાદ અધિક સત્ર ન્યાયાધીશ તથા સ્પેશિયલ પોકસો જજ દ્વારા આરોપીને દોષિત જાહેર કર્યો હતો.કોર્ટ દ્વારા 7 વર્ષની સખત કેદ તથા રૂ.7 હજાર દંડની સજા ફટકારવામાં આવી છે. દંડ નહીં ભરે તો અનુક્રમે 3 માસ અને 6 માસની સાદી કેદની વધારાની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોપીએ સગીરાને રૂપિયા 45 હજાર વળતર પેટે ચૂકવવા માટે પણ આદેશ ફરમાવવામાં આવ્યો છે.
Read Original Article →