વિદેશી દારૂનું નેટવર્ક ચલાવનાર સામે કાર્યવાહી:લિકર કિંગ લાલુ સિંધી ગેંગના સૂત્રધાર સુનિલના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજસીટોક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

Gujarat5/15/2026, 3:32:58 PM
વિદેશી દારૂનું નેટવર્ક ચલાવનાર સામે કાર્યવાહી:લિકર કિંગ લાલુ સિંધી ગેંગના સૂત્રધાર સુનિલના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજસીટોક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ
મધ્ય ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતી વારસિયા વિસ્તારની લાલુ સિંધી ગેંગના સૂત્રધાર સુનિલ ઉર્ફે અદો કેવલ રામાણીની ગુરુવારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજસીટોક કેસમાં આરોપી સુનિલ ઉર્ફે અદોને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે આગામી 29 મે સુધીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. લાલુ સિંધી ગેંગના દારૂના અડ્ડાઓ દરોડા વારસિયા વિસ્તારમાં સક્રિય લાલુ સિંધી ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ ઉર્ફે લાલચંદ હેમંતદાસ ખાનાણી અને સુનિલ ઉર્ફે અદો સહિત કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધાયો છે. આ ગુનો નોંધાયા પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે લાલુ સિંધી ગેંગના દારૂના અડ્ડાઓ પર ટૂંકા સમયમાં બે દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. હરિયાણાથી અન્ય સાગરીતો સાથે સુનિલને ઝડપી પાડ્યો તપાસ અધિકારી એસીપી એફ ડિવિઝન પ્રણવ કટારીયાએ જણાવ્યું કે, સુનિલ ઉર્ફે અદોને સ્ટેટ મોનિટરિંગ સેલે હરિયાણાથી અન્ય સાગરીતો સાથે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ગુરુવારે ટ્રાન્સફર વોરંટના આધારે તેની જેલમાંથી ધરપકડ કરવામાં આવી. કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસે આરોપીને દારૂના નેટવર્કનું સંચાલન, ગેંગના અન્ય સભ્યોની સંડોવણી અને વધુ માહિતી મેળવવા માટે 30 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં અગાઉ મુકેશ મખીજાણી, ધર્મેન્દ્ર ઉર્ફે લાલો ચૌહાણ અને મનોજ ઉર્ફે પાપડની ધરપકડ થઈ ચૂકી છે. સમગ્ર પ્રકરણની તપાસ એસીપી પ્રણવ કટારીયા દ્વારા કરવામાં આવી રહી છે.
Read Original Article →