યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:વડોદરા-કોટા એક્સપ્રેસ છાયાપુરી અને વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશન પર 20 જૂન સુધી શૉર્ટ ટર્મિનેટ થશે

Gujarat5/21/2026, 2:41:24 PM
યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:વડોદરા-કોટા એક્સપ્રેસ છાયાપુરી અને વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશન પર 20 જૂન સુધી શૉર્ટ ટર્મિનેટ થશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમૉડલિંગની સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે મેજર બ્લૉકને લીધે કેટલીક ટ્રેનોના સંચાલનમાં હંગામી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે કેટલીક ટ્રેનોનું ટર્મિનેશન અને ઓરિજિનેશન હંગામી ધોરણે વિશ્વામિત્રી (VS), બાજવા (BJW) અને છાયાપુરી (CYI) સ્ટેશનો પરથી કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર વડોદરા-કોટા એક્સપ્રેસ છાયાપુરી અને વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશન પર થનારી શોર્ટ ટર્મિનેટ / ઓરિજિનેટનો સમયગાળાને હવે 30 મે, 2026 થી વધારીને 20 જૂન, 2026 સુધી કરી દેવામાં આવ્યો છે. શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન ટ્રેનો યાત્રીઓને વિનંતી છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનોના સમય, રોકાણ અને અન્ય અદ્યતન માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.
Read Original Article →