ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં:તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને જિલ્લા પંચાયતની ટિકિટ મળતા ભડકો, પતિએ કહ્યું-આ લડત જનતાના હક્ક માટે

Gujarat4/10/2026, 5:37:21 AM
ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં:તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને જિલ્લા પંચાયતની ટિકિટ મળતા ભડકો, પતિએ કહ્યું-આ લડત જનતાના હક્ક માટે
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી દીધી છે કે, આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. પોર બેઠકના નયના પરમાર પ્રબળ દાવેદાર હતા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર નયના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં એમ.એ.બીએડ, થયેલા છે. આ ઉપરાંત નર્સિંગમાં તેઓએ એમએસડબલ્યુ કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારને જિલ્લાના એક ધારાસભ્યે સપોર્ટ પણ આપ્યો હતો. જો કે, અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળીને નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કારવ્યું હોવાની ચર્ચા છે. ફેસબુક ઉપર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત નયના પરમારના પતિ રાજેશ પરમાટે ટિકિટ કપાયા બાદ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જનતાની તાકાત એ જ સાચો વિકાસ. 11 એપ્રિલના રોજ પોર જિલ્લા પંચાયત સીટ અપક્ષ ઉમેદવાર નયના પરમાર ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ લડત કોઈ પક્ષ માટે નથી, આ લડત છે જનતાના હક, વિકાસ અને ન્યાય માટે. ગામના દરેક પ્રશ્નને અવાજ આપવાનો સંકલ્પ સાથે, આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ભરવા સમયે હાજર રહી આશીર્વાદ આપશો. ઇન્સ્ટા ગર્લ અંકિત પરમાર અને નયના પરમારની લડાઈ રીલ બનશે કે રિયલ? તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમાર રીલ બનાવવામાં માહિર છે. તેઓના ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોઅર્સ પણ છે. તેઓ રીલ લાઈફમાં ખુબ જ સક્રિય છે, ત્યારે હવે ચૂંટણીના આ જંગમાં ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમાર અને નયના પરમાર વચ્ચેની લડાઈ રીલ એની રહે છે કે રિયલ બની રહે છે તે જોવું રહ્યું. જો કે એક જૂથ એમ પણ માની રહ્યું છે કે, ભાજપ નયના પરમાર અને રાજેશ પરમારને મનાવવાની પણ કોશિશ કરશે. અંકિતા પરમાર હાલમાં જ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા છે પ્રદેશ સંગઠનનું તાજેતરમાં આજ ગઠન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના યુવા સંસદ ડો. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા રાજ્યમાં પોતાની નવી ટીમ નક્કી કરવામાં આવી હતી, ત્યારે તેમાં અંકિતા પરમારને ઉપપ્રમુખ તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે, ભાજપે અંકિત પરમારને તાલુકા પંચાયતના યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે અન્ય કાર્યકરોને પણ પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ત્યારે હવે આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.
Read Original Article →