વડોદરા વહીવટી તંત્રમાં બે IAS અધિકારીની બદલી:ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાની બદલી

Gujarat5/13/2026, 10:20:52 AM
વડોદરા વહીવટી તંત્રમાં બે IAS અધિકારીની બદલી:ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાની બદલી
રાજ્ય સરકાર દ્વારા મોડીરાત્રે 72 IAS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરાના બે અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હરિપરાની બદલી થઈ છે. ગંગાસિંઘ નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે. વડોદરાને મળ્યા નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘની બદલી થતા બોટાદના જિલ્લા વિકાસ અધિકારી (DDO) અક્ષય બુદાનિયાને વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુદાનિયાની છબી એક કાર્યદક્ષ અને કડક અધિકારી તરીકેની રહી છે, જેનો સીધો લાભ વડોદરાના અટવાયેલા પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં મળશે તેમ મનાય છે. મમતા હિરપરાની અમદાવાદ AMCમાં બદલી વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર મમતા હિરપરાની હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી પકડ મજબૂત કરનાર હિરપરાના મેનેજમેન્ટ કૌશલ્યનો ઉપયોગ હવે રાજ્યના સૌથી મોટા કોર્પોરેશનમાં કરવામાં આવશે. તેઓના સ્થાને ડાંગ આહવામાં ટ્રાયબલ એરિયા સબ પાનના એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા પાટીલ આનંદ અશોકને નિયુક્ત કરવામાં આવ્યા છે. નર્મદા કલેક્ટર તરીકે ગંગા સિંઘની નિમણૂક વડોદરામાં મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ગંગા સિંઘને હવે પાડોશી અને સંવેદનશીલ નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકેની કમાન સોંપાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન ક્ષેત્રોના વિકાસ સાથે આદિવાસી સમાજની સુખાકારી જાળવવાનું મહત્વનું કાર્ય હવે તેમના શિરે રહેશે.
Read Original Article →