સમા દુમાડ ચોકડી પાસે ભારદારી વાહને દંપતિને અડફેટે લીધું:પત્નીને સામે જ પતિએ દમ તોડ્યો, લગ્ન પ્રસંગે જતા પહેલા અકસ્માત નડ્યો

Gujarat4/10/2026, 7:55:22 AM
સમા દુમાડ ચોકડી પાસે ભારદારી વાહને દંપતિને અડફેટે લીધું:પત્નીને સામે જ પતિએ દમ તોડ્યો, લગ્ન પ્રસંગે જતા પહેલા અકસ્માત નડ્યો
વડોદરા શહેરમાં અવાર નવાર ભારદારી વાહનોથી અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરના દુમાડ ચોકડી બ્રિજ નીચે અકસ્માત સર્જાયો છે. જેમાં લગ્ન પ્રસંગે જતા દંપતિને ભારદારી વાહને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભારદારી વાહને અડફેટે લેતાં પત્નીની સામે પતિનું મોત મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાસણા-આમોદ વિસ્તારના વતની ગણપતભાઈ મોહનભાઈ પાટણવાડિયા પોતાની પત્ની સાથે આસોજ (લગ્ન પ્રસંગ)માં હાજરી આપવા વડોદરા આવી રહ્યા હતા. દુમાડ ચોકડી પાસે બ્રિજ નીચે ભારદાર વાહને અડફેટે લેતા ગણપતભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની બાજુમાં ફેંકાઈ જતા આબાદ બચાવ થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો આ ઘટનાની જાણ થતા જે સમા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સમા પોલીસે ફ્યુલ ભરેલ ભારદારી વાહન ચાલકને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવે છે. પોલીસે આ મામલે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →