વડોદરાની હોટેલમાં યુવકે દુપટ્ટાથી ફાંસો ખાધો:બેગમાંથી યુવતીનું ચૂંટણીકાર્ડ મળ્યું, રૂમમાંથી બહાર ન નીકળતા ફાયર વિભાગે દરવાજો તોડ્યો

Gujarat4/7/2026, 7:17:49 AM
વડોદરાની હોટેલમાં યુવકે દુપટ્ટાથી ફાંસો ખાધો:બેગમાંથી યુવતીનું ચૂંટણીકાર્ડ મળ્યું, રૂમમાંથી બહાર ન નીકળતા ફાયર વિભાગે દરવાજો તોડ્યો
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી જનમહેલ પાસેની સાઈકૃપા હોટેલમાં એક 27 વર્ષીય યુવકે પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી જયેન્દ્રકુમાર લુહાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જયેન્દ્રકુમાર ગત સોમવારે સવારે 8 વાગ્યે હોટેલમાં રોકાયા હતા. નિયમ મુજબ તેમણે સોમવારે સવારે ચેક-આઉટ કરવાનું હતું, પરંતુ તેઓ રૂમની બહાર ન નીકળતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં રૂમ ન ખૂલતા અંતે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે દરવાજો તોડીને અંદર તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બેગમાંથી યુવતીનું આઈડી કાર્ડ મળ્યું ઘટનાની જાણ થતા સયાજીગંજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, મૃતકે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કરી આપઘાત કર્યો હતો. આ ઉપરાંત, મૃતકની બેગમાંથી એક યુવતીનું વોટર આઈડી પણ મળી આવ્યું છે, જેના આધારે પોલીસે આ દિશામાં પણ તપાસનો દોર વધાર્યો છે. યુવકના મોબાઈલ કોલ ડિટેલ્સની તપાસ સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ હોટેલના સીસીટીવી ફૂટેજ અને યુવકના મોબાઈલ કોલ ડિટેલ્સની પણ તપાસ કરી રહી છે. ઇન્ટરકોમ પર પણ 10-12 વાર કોલ કર્યા હતાંઃ મેનેજર હોટેલ સાઈકૃપાના મેનેજર સુરેશ સુથારે જણાવ્યું હતું કે, ગેસ્ટે ગઈકાલે સવારે 8 વાગ્યે અમારી હોટેલ ‘સાઈકૃપા’માં ચેક-ઇન કર્યું હતું. ગઈકાલે સાંજે જ તેમનું ચેક-આઉટ હતું, પરંતુ સાંજે 6 વાગ્યા સુધી તેમણે ચેક-આઉટ કર્યું નહીં. આજે સવાર સુધી તેમની કોઈ હલચલ જોવા ન મળતા, અમે તેમના રૂમની બેલ વગાડી અને તેમના નંબર પર કોલ કર્યો. ઇન્ટરકોમ પર પણ 10-12 વાર કોલ કર્યા, છતાં તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. છેવટે અમે 112 નંબર પર કોલ કરીને પોલીસની મદદ લીધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →