લ્યો બોલો... માણસ બાદ હવે ઘોડી વરસાદી ડ્રેનેજમાં ખાબકી:ફાયર વિભાગે ડ્રેનેજનો સ્લેબ તોડી ઘોડીનું રેસ્ક્યુ કર્યું, તંત્રની બેદરકારી કોઇનો ભોગ લેશે કે કેમ?
વડોદરામાં ખુલ્લી ડ્રેનેજમાં માણસ પડવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ આજે વરસાદી ડ્રેનેજમાં આખે આખી ઘોડી ખાબકી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું અને 4 કલાકની ભારે જહેમત બાદ ઘોડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખિસકોલી સર્કલ પાસે વરસાદી ડ્રેનેજમાં ઘોડી ખાબકી
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલ સામેથી પસાર થતી એક ઘોડી ડ્રેનેજના ઢાંકણા પર પગ મૂકતા જ ઢાંકણું સીધું વરસાદી કાસમાં તૂટી પડતા ઘોડી ડ્રેનેજમાં ખાબકી હતી. ત્યારે આ અંગેનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની સ્લેબ તોડી રેસ્ક્યૂ કામગીરી
વરસાદી ડ્રેનેજમાં પડેલી ઘોડીના સમાચાર લોકોને મળતા જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ફાયર ટીમ પહોંચી ત્યારે વરસાદી ડ્રેનેજનું ઢાંકણ અંદર તૂટેલી સ્થિતિમાં હતું અને ઘોડી પણ અંદર જોવા મળી હતી. સાંકડી જગ્યા હોવાથી ડ્રેનેજનો સ્લેબ તોડવાની ફરજ પડી હતી જેમાં જેસીબીની મદદ પણ લેવામાં આવી હતી. આ દરમિયાન ફાયરના જવાનો પણ પોતાના અત્યાધુનિક સાધનો વડે કામગીરી કરતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા
ઘોડીના રેસ્ક્યુ સમયે ભારે ભીડ હોવાને કારણે ફાયર વિભાગને મુશ્કેલી પડી હતી, પરંતુ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી લોકોને હટાવવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન ટ્રાફિકજામ ન થાય તે માટે પણ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. 4 કલાકની ભારે જહેમત બાદ ઘોડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Read Original Article →