યુવતીએ ટેરેસ પરથી છલાંગ લગાવીને આપઘાત કર્યો:દવા લેવાનું કહેતા અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, મૃતદેહને પીએમમાં ખસેડાયો
વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મહાનગર વુડાના મકાનમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ટેરેસ પરથી પડીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ ટેરેસ પરથી પડીને આત્મહત્યા કરી
આ ઘટનામાં મૃતક યુવતીનું નામ શ્રુતિ મનોજભાઈ ટેકલે (ઉંમર 18 વર્ષ) તરીકે સામે આવ્યું છે. આ ઘટનામાં યુવતી કેટલાક સમયથી બીમારીથી પીડાતી હતી. તેને દવા લેવાનું કહેવાતું હતું, ત્યારે તેણે આ દુઃખદ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વાડી પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, આ સાથે પોલીસે યુવતીના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધાયો
આ મામલે વાડી પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીએ કરેલી આત્મહત્યા પાછળનું મૂળ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →