બાપોદ પોલીસે 4 જુગારીઓને ઝડપ્યા:ચાચાનહેરુનગર આંગણવાડી પાસેના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હતા, 11 હજારનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી ચાચાનહેરુનગર આંગણવાડી પાસેના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ચાર શખસોને રંગેહાથ ઝડપી પાડયા હતા. 4 શખસો 11 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાચાનહેરુનગર આંગણવાડી પાસેના ખુલ્લા મેદાનમાં દરોડો પાડી જુગાર રમતા 4 શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ઝડપાયેલા ચારે ઇસમોમાં મુકેશભાઈ ઉર્ફે લખન પ્રજાપતિ, રાજેન્દ્ર પ્રજાપતિ, અજય બારડ, હર્ષ અજમેરી (રહે. તમામ આરોપીઓ આજવા રોડ પર)ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા 11,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. બાપોદ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોરની સૂચના અનુસાર પોલીસ કોન્સ્ટેબલ જીવાતાભાઈ શામળભાઈ તથા અ.લો.ર. પુષ્પરાજસિંહ ભરતસિંહ અને તેમની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →