બલ્કમાં શેર લેવાને નામે છેતરપિંડી:સસ્તા ભાવે સ્ટોક અપાવવાના બહાને મિત્રએ જ મિત્ર સાથે 18 લાખની છેતરપિંડી આચરી, બે સામે પોલીસ ફરિયાદ

Gujarat6/10/2026, 5:51:33 AM
બલ્કમાં શેર લેવાને નામે છેતરપિંડી:સસ્તા ભાવે સ્ટોક અપાવવાના બહાને મિત્રએ જ મિત્ર સાથે 18 લાખની છેતરપિંડી આચરી, બે સામે પોલીસ ફરિયાદ
આજવા રોડ વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ કમલેશભાઈ વૈષ્ણવ નામના યુવક સાથે બલ્ક સ્ટોકના નામે 18 લાખની મોટી છેતરપિંડી થવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી રાહુલ વૈષ્ણવ આજવા રોડ પર આવેલી શર્મા રિયલ એસ્ટેટ નામની ઓફિસથી મકાન લે-વેચ અને ભાડાનું કામ કરે છે. થોડા સમય પહેલાં આજવા રોડ સિગ્મા કોલેજ પાસેના સ્પોર્ટ્સ અરેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોક્સ ક્રિકેટ રમવા દરમિયાન તેમની મુલાકાત મોહિત અગ્રવાલ નામના વ્યક્તિ સાથે થઈ હતી, જે શેરબજારનું કામ કરતો હતો. બંને વચ્ચે મિત્રતા થતાં અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. બજાર કરતાં રૂ.3 ઓછા ભાવે બલ્કમા સ્ટોક મેળવી આપવાની લાલચ આપી ગત તારીખ 19 ફેબ્રુઆરી 2026ની રાત્રે મિત્રો સાથે ભેગા થયેલા ત્યારે મોહિત અગ્રવાલે સ્ટોક માર્કેટ અંગે વાત કરી હતી. રાહુલે તેને જણાવ્યું હતું કે, આજવા રોડ પર રહેતા વિશ્વજીત સોલંકી નામના વ્યક્તિ બજાર ભાવ કરતાં ત્રણ રૂપિયા ઓછા ભાવે બલ્કમા સ્ટોક મેળવી આપે છે. ત્યારબાદ મોહિત અગ્રવાલે રાહુલને ફોન કરીને બલ્કમાં સ્ટોક લેવાની ઈચ્છા જાહેર કરી હતી. રાહુલે આ અંગે વિશ્વજીત સોલંકી સાથે વાત કરતાં તેણે મોહિતને રૂપિયા લઈને આજવા ચોકડી પાસે આવેલા રામાધણી કલેક્શનમાં મેહુલ સાટીયા પાસે મોકલવા જણાવ્યું હતું. મોહિત રોકડા 18 લાખ લઈને રાહુલ વૈષ્ણવની ઓફિસે ગયો ને ખેલ શરૂ થયો મોહિત અગ્રવાલ રોકડા 18 લાખ લઈને રાહુલ વૈષ્ણવની ઓફિસે આવ્યો હતો. વિશ્વજીતના કહેવા પ્રમાણે આ રકમ રામાધણી કલેક્શનના મેહુલ સાટીયાને આપવાની હતી. મેહુલે ફોન પર જણાવ્યું કે તે વિશ્વજીતના ઘરે રૂપિયા ગણવા જાય છે, પરંતુ રાહુલે પોતાની ઓફિસે રૂપિયા ગણવાનું મશીન હોવાનું કહી મેહુલને ત્યાં બોલાવ્યો હતો. ઓફિસ પર મશીન ન ચાલતાં ફરિયાદીના ભાઈ જયદીપ, મિત્ર રમણદીપ સિંગ અને મેહુલ સાટીયાએ ભેગા મળીને હાથેથી તમામ રૂપિયા ગણ્યા હતા. મેહુલ સ્કોર્પિયોમાં 18 લાખ રોકડા લઈને ભાગી છૂટ્યો રૂપિયા ગણાઈ ગયા બાદ રમણદીપ સિંગ અને મેહુલ સાટીયા રૂપિયા લઈને નીકળ્યા હતા. સાંજે રમણદીપે રાહુલને ફોન પર ચોંકાવનારી હકીકત જણાવી કે, જ્યારે તેઓ આજવા ચોકડી કાન્હા સીટી પાસે પહોંચ્યા, ત્યારે મેહુલ સાટીયાએ તેને સિગારેટની તલપ લાગી હોવાનું કહી સિગારેટ લેવા ગાડીમાંથી નીચે ઉતાર્યો હતો. રમણદીપ જેવો નીચે ઉતર્યો કે તરત જ મેહુલ પોતાની સ્કોર્પિયો ગાડી ચાલુ કરી ₹18 લાખ રોકડા લઈને ભાગી છૂટ્યો હતો. ફોન ઉપાડવાનું બંધ કરી દીધું આ ઘટના બાદ મેહુલ સાટીયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જ્યારે ફરિયાદીએ વિશ્વજીત સોલંકીને ફોન કર્યો, ત્યારે શરૂઆતમાં વિશ્વજીતે જણાવ્યું કે, મેહુલ મારો પણ ફોન ઉપાડતો નથી, કોઈની દાનત બગડી ગઈ લાગે છે. હું કાલે સવારે રાજકોટથી આવીને બધું પતાવી દઈશ. ત્યારપછીના દિવસથી વિશ્વજીત સોલંકીએ પણ પોતાનો ફોન બંધ કરી દીધો છે. મેહુલ સાટીયા અને વિશ્વજીત સોલંકી બંનેએ એકબીજાની મદદગારીથી રૂપિયા 18 લખાણી છેતરપિંડી આચરી હોવાનું જણાતા, ભોગ બનનારે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Read Original Article →