પિતાના નિધનના શોક વચ્ચે પુત્રએ દેહદાન કર્યું:વડોદરાના પાનવલકર પરિવારમાંથી ત્રીજું દેહદાન, તબીબી અભ્યાસના વિદ્યાર્થીઓને સંશોધનમાં મદદરૂપ, જાણો દેહદાનની શું છે પ્રક્રિયા?

Gujarat5/15/2026, 10:00:22 AM
પિતાના નિધનના શોક વચ્ચે પુત્રએ દેહદાન કર્યું:વડોદરાના પાનવલકર પરિવારમાંથી ત્રીજું દેહદાન, તબીબી અભ્યાસના વિદ્યાર્થીઓને સંશોધનમાં મદદરૂપ, જાણો દેહદાનની શું છે પ્રક્રિયા?
વડોદરાના ગણેશવાડી વિસ્તારમાં રહેતા પાનવલકર પરિવારે સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના મોભીનું અવસાન થતા તેમના પુત્ર શ્રીપાદ પાનવલકર અને પુત્રી મનીષાબેન દ્વારા પિતાના પાર્થિવદેહનું મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. તબીબી અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પરિવાર દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. મૃતકે 2016માં દેહદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી મૃતકના પુત્ર શ્રીપાદ પણવલકરે જણાવ્યું હતું કે, પિતાએ વર્ષ 2016માં જ દેહદાન માટેની ઈચ્છા વ્યક્ત કરી ફોર્મ ભર્યું હતું. આ પરિવારમાં દેહદાનની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં અગાઉ શ્રીપાદભાઈના માતાનું જુલાઈ 2025માં નિધન થયું હતું ત્યારે તેમનું પણ દેહદાન કરવામાં આવ્યું હતું. શ્રીપાદ પણવલકરે વધુમાં જણાવ્યું હતું કે, મારા કાકાએ પણ પોતાના દેહનું દાન કરી તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહયોગ આપ્યો હતો. તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળી રહે અને સંશોધનમાં મદદરૂપ થઈ શકાય તેવા ઉમદા આશયથી તેમના પરિવારે આ નિર્ણય લીધો છે. તેમની કઝીન સિસ્ટર પોતે એનાટોમી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હોવાથી તેમને આ સમગ્ર પ્રક્રિયા વિશે પહેલેથી જ જાણકારી હતી. પિતાના મૃત્યુ બાદ પિતાની ઈચ્છા પૂર્ણ કરી ગઈકાલે રાત્રે પિતાના અવસાન બાદ પરિવારે શોક વચ્ચે પણ પિતાની અંતિમ ઈચ્છાને માન આપી દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ રીતે એક જ પરિવારના અનેક સભ્યો દ્વારા દેહદાન કરવાની ઘટના સમાજમાં અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રેરણારૂપ બની છે. બરોડા મેડિકલ કોલેજ ખાતે કેટલાય વિધાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે તેઓ માટે આ એક મોટો સહયોગ સાબિત થશે. કેવી રીતે દેહદાન કરી શકાય? એનાટોમી વિભાગ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજમાં મૃત્યુ પછી જો કોઈ વ્યક્તિ પોતાનું દેહદાન કરવા ઈચ્છતું હોય, તો તેનો સ્વીકાર કરવામાં આવે છે.
Read Original Article →