વડોદરામાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ, એકનું મોત:ફેબ્રિકેશન કામગીરી દરમ્યાન પ્રચંડ ધડાકા સાથે સિલિન્ડર ફાટ્યો'તો, એક દીવાલ ધરાશાયી

Gujarat5/16/2026, 10:56:28 AM
વડોદરામાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ, એકનું મોત:ફેબ્રિકેશન કામગીરી દરમ્યાન પ્રચંડ ધડાકા સાથે સિલિન્ડર ફાટ્યો'તો, એક દીવાલ ધરાશાયી
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા રડીયાત બા નગરમાં ફેબ્રિકેશન કામગીરી દરમિયાન અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ ધડાકામાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશગીરી નામના યુવકને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. આ અચાનક સર્જાયેલી દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક દીવાલ પણ ધરાશાયી થઈ હોવાની વિગતો મળી આ દુર્ઘટનામાં ગાયલ યુવકને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અહીંયા એક દીવાલ પણ ધરાશાયી થઈ હોવાની વિગતો પોલીસે જણાવી હતી. પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આખી ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે દહેશત જોવા મળી છે. આ પણ વાંચો અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ‘બ્લાસ્ટ થયો ને દરવાજો તૂટીને સામેના મકાનમાં અથડાયો’ 31 માર્ચ, 2026ના અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળે પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પરિવારના 5 સભ્યો દાઝ્યા આગ ઠારવા પાણી છાંટતા'તા ને બ્લાસ્ટ, VIDEO 2 મહિના પહેલા રાજકોટની સાધના સોસાયટીમાં ગતરોજ અચાનક બે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતાં. અશોક રૈયાણીના રહેણાંક મકાનની પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આખી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં પાર્કિંગ વિસ્તારમાંથી 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર પણ કબજે કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →