પાટીલના હસ્તે 80 ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત કરાયા:PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા, વડોદરાના પ્રતાપનગર ઓડિટોરિયમમાં 19મો રોજગાર મેળો યોજાયો
પશ્ચિમ રેલવે વડોદરા મંડળના પ્રતાપનગર ઓડિટોરિયમમાં આજે 19મો રોજગાર મેળો યોજાયો હતો. આ મેળામાં દેશભરના 51 હજાર યુવાનોને વિવિધ સરકારી નોકરીઓના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. આ રોજગાર મેળાઓ દેશના કુલ 47 સ્થળોએ એકસાથે યોજાયા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. '19 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી'-પાટીલ
વડોદરા કેન્દ્રમાં રેલ્વે, પોસ્ટ અને બેંક વિભાગમાં પસંદગી પામેલા 80 યુવાનોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, આખા દેશમાં અત્યાર સુધીમાં 19 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ માત્ર નોકરી નથી, પરંતુ દેશની સેવા કરવાનો એક મહત્વનો અવસર છે. PM મોદી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયા હતા અને નોકરી મેળવનાર યુવાનોને સંબોધિત પણ કર્યા હતા. કાર્યક્રમમાં વડોદરા ધારાસભ્ય કેયુર રોકડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, ડી.આર.એમ. રાજુ ભડકે તેમજ બેંક, પોસ્ટ વિભાગના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →