સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વડોદરા જિલ્લામાં 3826 ફોર્મનું વિતરણ:મહાનગરપાલિકામાં હાલ સુધીમાં 939 ફોર્મ ઉપડ્યા, 8 ભરીને સુપરત કરાયા
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે કુલ 3,826 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ હોવાથી આગામી બે દિવસમાં તમામ પક્ષોના ઉમેદવારો ફોર્મ સુપરત કરશે. મહાનગરપાલિકામાં 939 ફોર્મનું વિતરણ
વડોદરા મહાનગરપાલિકા માટે અત્યાર સુધીમાં 939 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 8 ઉમેદવારોએ જ પોતાના ફોર્મ ભરીને સુપરત કર્યા છે. આ 8 ફોર્મ પૈકી 7 ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભર્યા છે, જેમાં વોર્ડ-18ના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોની સત્તાવાર યાદી હજુ જાહેર થવાની બાકી હોવાથી આ પક્ષોના મુખ્ય ચહેરાઓએ હજુ ઉમેદવારી નોંધાવી નથી. કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા
પક્ષોની સ્થિતિ વિશે વાત કરીએ તો, આમ આદમી પાર્ટીએ મોટાભાગના નામો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે હાલ 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી તરફ, ભાજપ દ્વારા હજુ સત્તાવાર યાદીની રાહ જોવાઈ રહી છે. જોકે, પક્ષ દ્વારા જે ઉમેદવારોના નામ નક્કી મનાય છે, તેમને ફોન કરીને એફિડેવિટ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ અગાઉથી તૈયાર રાખવાની મૌખિક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ
11 એપ્રિલે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં કેટલાક સંભવિત ઉમેદવારો પક્ષના આદેશની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક જેમના નામ નિશ્ચિત જણાય છે તેઓએ પોતાની રીતે ફોર્મ મંગાવીને ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ક્યાં કેટલા ફોર્મનું વિતરણ અને કેટલા ભરાયા
Read Original Article →