જિ.પં, તા.પં. અને નપાની ચૂંટણી માટે પણ ભાજપમાં દાવેદારોનો રાફડો:જિલ્લા પંચાયતની 34 બેઠક માટે 260, તાલુકા પંચાયતની 170 બેઠક માટે 772 અને નગરપાલિકાની 112 બેઠક માટે 376 દાવેદારો
વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજવાની છે. ભાજપ દ્વારા તેની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 316 બેઠકો માટે 1408 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લાની 8 તાલુકા પંચાયતની ચૂંટણી
વડોદરા જિલ્લાની વડોદરા, ડેસર, સાવલી, વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણ અને શિનોર એમ કુલ 8 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયતની આઠેય તાલુકા પંચાયતોમાં કુલ 170 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. જેમાં સૌથી વધુ બેઠકો વડોદરા તાલુકા પંચાયતમાં છે, વડોદરા તાલુકા પંચાયતની 30 બેઠકો છે. આ તમામ બેઠકો ઉપર ભાજપના 772 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. 4 નગરપાલિકામાં 376 દાવેદારો
વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઇ અને પાદરા નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ ચાર નગરપાલિકાઓમાં કુલ 112 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 376 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ડભોઇની સૌથી વધુ 36 બેઠકો માટે 138 દાવેદારો છે. તો સાવલીની 24 બેઠકો માટે 63, વાઘોડિયાની 24 બેઠકો માટે 64 અને પાદરાની 28 બેઠકો માટે 11 દાવેદારો નોંધાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસાકસીપૂર્ણ રહેશે
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાટો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ગ્રામ્ય કક્ષાએ પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આગામી એક મહિના સુધી ઉનાળાની ગરમી કરતા પણ રાજકીય ગરમી વધુ જોવા મળશે.
Read Original Article →