મુજમહુડા સર્કલ પાસે નશામાંધૂત બાઈક સવારનો હાઈ વોલ્ટેજ ડ્રામા:અકસ્માત થતા કારના કાચ તોડી રસ્તા પર મારામારી કરી, સમજાવવા આવેલા લોકો પર પણ ઉશ્કેરાયો

Gujarat5/25/2026, 9:53:34 AM
મુજમહુડા સર્કલ પાસે નશામાંધૂત બાઈક સવારનો હાઈ વોલ્ટેજ ડ્રામા:અકસ્માત થતા કારના કાચ તોડી રસ્તા પર મારામારી કરી, સમજાવવા આવેલા લોકો પર પણ ઉશ્કેરાયો
વડોદરા શહેરના મુજમહુડા સર્કલ પાસે બાઈક અને કાર વચ્ચેના નજીવા અકસ્માત બાદ બાઈક સવારે કરેલા હાઈ વોલ્ટેજ ડ્રામાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નશામાં ધૂત બાઈક સવારે કારના કાચ તોડી નાખી કારચાલક સાથે ગાળાગાળી અને મારામારી કરતાં રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ મામલે જેપી રોડ પોલીસે આરોપી યુવક સામે પ્રોહિબિશનનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. અચાનક ઉશ્કેરાઈ ગયો અને કારના કાચ તોડી નાખ્યા વડોદરાના મુજમહુડા સર્કલ પાસે બાઈક અને ફોરવીલર કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઈક સવાર અચાનક ઉશ્કેરાઈ ગયો અને કારના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝઘડો જોઈને સમજાવવા આવેલા સ્થાનિક લોકો સાથે પણ બાઈક સવાર ઉશ્કેરાઈ ગયો અને તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. રસ્તા વચ્ચે જ હંગામો થતાં વાહનોની કતાર લાગી બાઈક સવાર નશામાં ધૂત હતો અને તેની વર્તણૂક પરથી તે અત્યંત નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. રસ્તા વચ્ચે જ હંગામો અને મારામારી થતાં મુજમહુડા સર્કલ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમતે ઉશ્કેરાયેલા બાઈક સવારને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બંને પક્ષોની પૂછપરછ હાથ ધરી હતી. વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો નજીવા અકસ્માત બાદ સર્જાયેલા આ હંગામાથી વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે આરોપી યુવક પ્રકાશભાઈ સોમાભાઈ રોહીત (ચાણક્યનગરી સી એમ પટેલ ફાર્મની સામે કલાલી ગામ વડોદરા શહેર, વડોદરા) સામે પ્રોહિબિશનનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →