નશાની હાલતમાં સ્કોર્પિયો ચલાવી એક મકાનની દિવાલમાં ઘૂસાડી, CCTV:સ્થાનિકે કહ્યું-સામેની સાઈડથી ડિવાઈડર કુદાવી આ બાજુ આવી ગયો, મારા ઘરની દિવાલ તૂટી
અકોટા વિસ્તારમાં સચીન કશ્યપ નામના શખ્સે નશાની હાલતમાં કાર હંકારીને એક મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી હતી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે જે પી રોડ પોલીસ ઘટના દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકે છે. મળતી માહિતી મુજબ, જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન નાજાભાઈએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 112 જનરક્ષક ટીમમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આ દરમિયાન તેમની ટીમ અકોટા પ્રોડક્ટિવિટી રોડ સ્થિત અક્ષરધામ સોસાયટી ખાતે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર સોસાયટીના મકાન નં. A-11ની દિવાલ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. કારના સ્ટીયરિંગ પર બેઠેલા વ્યક્તિને નીચે ઉતારી પૂછપરછ કરતાં તેના મોઢામાંથી દારૂ જેવી વાસ આવતી હતી. બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતા ચાલક નશામાં હોવાનું ખૂલ્યૂં
આ શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પંચોના હાજરમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની કાર કબજે કરી છે અને પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ‘મારા ઘરની આખી દીવાલ તૂટી ગઈ’
સ્થાનિક શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કુદાવીને આ બાજુ આવી ગયો હતો. બધાનું કહેવું એવું છે કે તે પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું. પોલીસ તે એક શખ્સને પકડી ગઈ છે. મારા ઘરની આખી દિવાલ તૂટી ગઈ છે. દિવાલ તો ફરી બની જશે, પણ કોઈ જાનહાનિ નથી થઈ તે મોટી વાત છે. સવારના સમયે આ રોડ પર ચાલવા નીકળતા લોકોની ભીડ બહુ હોય છે. ચાલનારા લોકોના જણાવ્યા મુજબ 5-6 જણા તો માંડ બચ્યા છે.
Read Original Article →