ઇન્ડિયા-કેનેડા SME બિઝનેસ કાઉન્સિલની શરૂઆત:કાઉન્સિલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વડોદરાના ડૉ. મુકુંદ પુરોહિતની વરણી, કહ્યું: ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ મળશે

Gujarat5/12/2026, 4:53:40 AM
ઇન્ડિયા-કેનેડા SME બિઝનેસ કાઉન્સિલની શરૂઆત:કાઉન્સિલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વડોદરાના ડૉ. મુકુંદ પુરોહિતની વરણી, કહ્યું: ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ મળશે
ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને ઇનબાઉન્ડ તથા આઉટબાઉન્ડ રોકાણોને વધારવા માટે SME ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયા - કેનેડા SME બિઝનેસ કાઉન્સિલની શરૂઆત કરવામાં આવી છે. કાઉન્સિલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વડોદરાના ડૉ. મુકુંદ પુરોહિતની વરણી કરવામાં આવી છે. આ કાઉન્સિલ નિકાસ, આયાત, સહયોગ, માર્કેટિંગ માટે વ્યૂહાત્મક ભાગીદારી, પ્રમોશન, નવા ઉત્પાદન ઉદ્યોગો અને વ્યવસાયિક સાહસોની સ્થાપના, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ટાઈ-અપ, જોઈન્ટ વેન્ચર, ટેકનોલોજી ટ્રાન્સફર અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંલગ્ન વ્યવસાયિક પ્રવૃત્તિઓ સંબંધિત ઉભરતી વ્યવસાયિક તકો શોધવા માટે સહાય પૂરી પાડશે. જે વિશે માહિતી આપતા ઇન્ડિયા કેનેડા SME બિઝનેસ કાઉન્સિલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, હાલમાં SME ચેમ્બર ઓફ ઇન્ડિયાના નેશનલ એડવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છું ત્યારે નવી જવાબદારી નિભાવતા કાઉન્સિલ વ્યવસાય ક્ષેત્રના લાભ માટે દ્વિપક્ષીય વેપાર અને રાજદ્વારી સંબંધો વધારવા માટે વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરવાની પહેલ કરશે. આ સાથે વેપાર નીતિઓ, વેપાર અવરોધો, શિપિંગ, કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, વ્યવસાયોની બેંકિંગ અને કરવેરા, શિપિંગ, કસ્ટમ્સ સંબંધિત ઉદ્યોગોના વિવિધ મુદ્દાઓ અને ફરિયાદો તેમજ ભારત અને કેનેડાની વિવિધ પ્રાંતીય સરકારોની વિવિધ યોજનાઓ અને સુવિધાઓની સમીક્ષા કરશે અને ઉકેલ લાવશે. આ સાથે ખાનગી ક્ષેત્રો, સરકારી અધિકારીઓ, બેંકો અને નાણાકીય સેવા સાહસો, સંશોધન સંસ્થાઓ, શિક્ષણ, પ્રદર્શન આયોજકો, ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, ટેકનોલોજી પાર્ક, ચેમ્બર ઓફ કોમર્સ, એસોસિએશનો, મીડિયા, ટ્રાવેલ એજન્સીઓ અને સાંસ્કૃતિક સંગઠનોને એકસાથે લાવીને સહકાર શોધવાની અને વધુ સારા વિકાસ માટે નિપુણતાનો ઉપયોગ કરવાની તક પણ પૂરી પાડશે.
Read Original Article →