લાખોનો દારૂ સપ્લાય કરનાર ઝડપાયો:કોયલી દારૂ કેસમાં 3 મહિનાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Gujarat5/15/2026, 8:18:14 AM
લાખોનો દારૂ સપ્લાય કરનાર ઝડપાયો:કોયલી દારૂ કેસમાં 3 મહિનાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચે અંદાજે રૂપિયા 38 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને ડિલક્સ સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી વોન્ટેડ હતો ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપી રાજ ધર્મેન્દ્રભાઈ પટણી (રહે. વાડી રંગમહાલ લક્ષ્મી ફલેટ, વડોદરા) છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. આ આરોપી સામે ફેબ્રુઆરી 2026માં જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલી ગામ ખાતેથી પોલીસે રેડ કરી વિદેશી દારૂની 1949 બોટલો (કિંમત રૂ. 38,21,350) ઝડપી પાડી હતી. આ ગુનામાં આરોપી રાજ પટણી વોન્ટેડ હતો. શંકાસ્પદ હાલતમાં આરોપી પકડાયો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સર્વોદય સોસાયટી પાસેના એક મકાન પાસેથી શંકાસ્પદ હાલતમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી રાજ પટણી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. રાયોટિંગનો ગુનો અને દારૂના જથ્થા સાથે પકડાયો હતો આરોપી અગાઉ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં અને બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફોર-વ્હીલર ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →