વડોદરામાં ગેસ સિલિન્ડર ચોરીનો પર્દાફાશ:નિલાંબર સર્કલ પાસે નાસ્તાની દુકાનમાંથી 2 સિલિન્ડર ચોરી કર્યા બાદ બાઈક પર ફરતા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

Gujarat4/5/2026, 3:24:15 PM
વડોદરામાં ગેસ સિલિન્ડર ચોરીનો પર્દાફાશ:નિલાંબર સર્કલ પાસે નાસ્તાની દુકાનમાંથી 2 સિલિન્ડર ચોરી કર્યા બાદ બાઈક પર ફરતા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે વડોદરામાં સિલિન્ડર ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોત્રી વિસ્તારમાંથી ચોરાયેલા ઇન્ડે કંપનીના બે ગેસ સિલિન્ડર સાથે બે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્મશાન પાસે બે શંકાસ્પદ શખસ હાલતમાં જણાતા બંનેને રોકી તપાસ કરી વડોદરા શહેરમાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા દ્વારા ક્રાઇમ બ્રાન્ચને અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી આઈ જે.આર. ગામીતની દોરવણી હેઠળ PSI આર.એન. બારૈયા અને PSI વી.પી. ચૌહાણની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન માહિતીના આધારે અજબડી મિલ નજીક ઠેકરનાથ સ્મશાન પાસે બે શંકાસ્પદ શખસ હાલતમાં જણાતા બંનેને રોકી તપાસ કરી હતી. કુલ 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો બંને આરોપીઓ બાઇક પર ઇન્ડેનના બે ગેસ સિલિન્ડર લઈને ફરી રહ્યા હતા અને કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. તેઓની પુછપરછ કરતા આરોપી રાહુલ વાઘરાવાળા અને સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધ વિનયસિંહે ગોત્રી નિલાંબર સર્કલ પાસેની દુકાનમાંથી આઠ દિવસ પહેલાં બપોરે સિલિન્ડર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી બે ગેસ સિલિન્ડર તથા બાઇક મળી કુલ અંદાજે 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપીઓ અને મુદ્દામાલ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
Read Original Article →