બરોડા પ્રીમિયર લીગ સીઝન-2માં અક્ષય મોરેની તોફાની સદી:43 બોલમાં 102 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી, અમી સુપર એવેન્જર્સની પ્રથમ જીત, પૃથ્વી પેન્થર્સને 74 રને હરાવ્યું
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 5 જૂનના રોજ રમાયેલી બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-૨ની નવમી અને દિવસની પ્રથમ મેચમાં હાઈ-સ્કોરિંગ મુકાબલો જોવા મળ્યો હતો. આ રોમાંચક મેચમાં અમી સુપર એવેન્જર્સે પૃથ્વી પેન્થર્સને 74 રનના વિશાળ અંતરથી કારમો પરાજય આપીને ટુર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. અમી સુપર એવેન્જર્સનો 20 ઓવરમાં 218 રનનો પહાડ જેવો સ્કોર
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અમી સુપર એવેન્જર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રનનો સ્કોર ખડકી દીધો હતો. BPLની બંને સીઝનના ઇતિહાસમાં એલેમ્બિક વોરિયર્સના સ્કોર પછીનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. ટીમની આ વિશાળ ઇનિંગ્સના મુખ્ય હીરો અક્ષય મોરે રહ્યા હતા, જેમણે મેદાનની ચારેય તરફ આક્રમક શૉટ્સ ફટકારીને વિરોધી બોલર્સની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. અક્ષયે માત્ર 43 બોલમાં 102 રનની તોફાની સદી ફટકારી હતી, જેમાં 11 ગગનચુંબી છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સદી BPL ઇતિહાસની સૌથી ઝડપી સદી તરીકે નોંધાઈ ગઈ છે. ચાલુ સીઝનમાં લક્ષ્યજીત પાધિયાર અને ધ્રુવ એન. પટેલ પછીની આ ત્રીજી સદી છે. અક્ષય ઉપરાંત ઓપનર જ્યોત્સ્નિલ સિંહે પણ 42 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને મજબૂત સાથ આપ્યો હતો. 219 રનના વિશાળ લક્ષ્યાંક સામે પૃથ્વી પેન્થર્સ 144 રનમાં ઓલઆઉટ
પહાડ જેવા 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પૃથ્વી પેન્થર્સની શરૂઆત નબળી રહી હતી અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી. ટીમ વતી નારાયણ કાર્તિકેયે ૧૩ બોલમાં ૩૧ રન બનાવીને થોડી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પૂરતો સાબિત થયો નહોતો. અમી સુપર એવેન્જર્સની ધારદાર બોલિંગ સામે પૃથ્વી પેન્થર્સની આખી ટીમ ૧૭.૫ ઓવરમાં જ ૧૪૪ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પૃથ્વી પેન્થર્સ તરફથી બોલિંગમાં માત્ર વિશાલ સોલંકી થોડો પ્રભાવશાળી રહ્યો હતો, જેણે 2 વિકેટ ઝડપી હતી. મેચના અંતે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને વિશેષ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા: અમી સુપર એવેન્જર્સની આ પ્રથમ અને ધમાકેદાર જીત બાદ ટુર્નામેન્ટના પોઈન્ટ્સ ટેબલમાં રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પૃથ્વી પેન્થર્સને પોતાની નબળી બોલિંગ અને બેટિંગના કારણે આગામી મેચો માટે રણનીતિ બદલવી પડશે.
Read Original Article →