ચાર ફરાર આરોપીઓને મકરપુરા પોલીસે દબોચ્યા:દીવાળીપુરા કોર્ટના સજા વોરંટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા હતા
વડોદરામાં મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટે ઈશ્યૂ કરેલા સજા વોરંટના આધારે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા એક વર્ષથીથી ફરાર હતા અને કોર્ટના હુકમનો અનાદર થતા આખરે પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. 4 આરોપી મકરપુરા પોલીસના સકંજામાં મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ગોહિલની આગેવાનીમાં આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી હકીકતના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુનામાં સજા વોરંટ પામેલા આરોપીઓને પકડી પાડ્યા હતા.આ કાર્યવાહીમાં આરોપી વિજય દેસાઈ (રહે.માંજલપુર), ભુરા પગી (રહે. મકરપુરા), મોહન પટેલ (રહે. વડોદરા), અક્ષય જાદવ (રહે.દંતેશ્વર)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →