ગોધરા સિગ્નલ ફળીયા ગેંગ સામે ગુજસીટોકનો કેસ:વડોદરા સ્પેશિયલ કોર્ટમાં આરોપી ખાલીદના 10 દિવસના મંજૂર, પરીવારના સભ્યો અને મિત્રો સાથે પાકિસ્તાન ગયો હોવાની કબૂલાત
પશ્ચિમ રેલવે વડોદરા પોલીસે ગોધરાની સિગ્નલ ફળીયા ગેંગના 12 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. આ ગેંગ ટ્રેનનું સિગ્નલ બદલી નાખતા હતાં. આ ઉપરાંત બે કોચ વચ્ચેનો વાલ્વ ખોલી એર પ્રેશર ઓછું કરી નાખતા અને ટ્રેન ધીમી પડ્યા બાદ ટ્રેન ગુડ્સ ટ્રેનમાંથી માલ-સામાનની અને પેસેન્જર ટ્રેનમાંથી મુસાફરોના કિંમતી માલ-સામાનની ચોરી કરતા હતા. આરોપી ખાલીદ ઉર્ફે ચકલા ઉર્ફે બકુલ શોકત પોસ્તીની ધરપકડ બાદ આજે ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પરીવારના સભ્યો સાથે પાકિસ્તાન ગયો હોવાની કબૂલાત
આરોપી ખાલીદ ઉર્ફે ચકલા ઉર્ફે બકુલ શોકત પોસ્તીની પૂછપરછ દરમિયાન વર્ષ 2017 કે 2018માં પોતાના પરીવારના સભ્યો તથા મિત્રો સાથે 25થી 30 દિવસ સુધી પાકિસ્તાન ગયો હોવાની કબૂલાત કરી છે. આરોપી પાસેનો પાસપોર્ટ વેરીફાઈ કરવો જરૂરી છે તેમજ પાકિસ્તાન કેવી રીતે ગયો અને શા કારણે ગયો હતો? અને આ અંગે રૂપિયાની સગવડ ગુનાના મળેલા પૈસાથી કરી હતી કે કેમ? તેમજ પાકિસ્તાન જવા તથા આવવા અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે કેમ? તેમજ પાકિસ્તાન ખાતે ક્યાં રોકાયો હતો? જે અંગે તુટક-તૂટક અને અધૂરી માહિતી આપે છે, જેથી તેને વિશ્વાસમાં લઇ યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરવી જરૂરી હોવાની પોલીસ રિમાન્ડ માંગ્યા છે. 29 ગુનાઓ ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર
ટ્રેન ઉથલાવી નાખવાનો પણ પ્રયાસ કરતા આ સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા છેલ્લા 10 વર્ષમાં આચરવામાં આવેલા કુલ 31 ગુનાઓમાંથી, 29 ગુનાઓ ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર છે, જે ગુજસીટોક કાયદા હેઠળ ગુનાહિત ટોળકીની વ્યાખ્યામાં આવે છે. આ ગેંગ રેલવે ટ્રેકના બંને પાટાઓને જોડતી ફિશર પ્લેટને નુકસાન પહોંચાડી અથવા કાઢી નાખીને ટ્રેન ડિરેલમેન્ટ થાય તેવા કૃત્યો પણ કરે છે, જેનાથી પેસેન્જર ટ્રેનના મુસાફરોના જાનમાલને ગંભીર નુકસાન થાય છે અને તેમના સામાનની ચોરી કે લૂંટ કરવામાં આવે છે. ટ્રેન ઉભી રખાવીને લૂંટને અંજામ આપતા
આરોપીઓની મોડસ ઓપરેન્ડી રેલવે લાઇન પર સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર આવેલા આઉટર સિગ્નલ કે હોમ સિગ્નલના થાંભલા પાસેના ઇલેક્ટ્રિક બોક્સમાં ધાતુનો ટુકડો મૂકીને સિગ્નલ લાઇટને લાલ કરી દે છે. આના કારણે ટ્રેનના લોકોપાયલોટને સિગ્નલ ન મળવાથી ટ્રેન ધીમી પડે છે અથવા ઊભી રહે છે, જેનો લાભ લઈને ગેંગ પેસેન્જર ટ્રેનમાં ચઢી લૂંટ કરે છે અથવા બારી પાસે બેઠેલા મુસાફરોના કિંમતી સામાનને ખેંચીને ચોરી કરે છે. કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આરોપી ખાલીદ ઉર્ફે ચકલા ઉર્ફે બકુલ શોકત પોસ્તીની ધરપકડ બાદ આજે ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. આ દરમિયાન કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સિગ્નલ ફળીયા ગેંગના પકડાયેલા 12 શખ્સોના નામ
Read Original Article →