વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ચાર ભાજપમાં જોડાયા:ભાજપના સ્થાપના દિવસે જ પ્રહલાદ પટેલ, કુલદીપસિંહ રાજ સહિતના આગેવાનોએ પક્ષપલટો કર્યો

Gujarat4/6/2026, 1:17:22 PM
વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ચાર ભાજપમાં જોડાયા:ભાજપના સ્થાપના દિવસે જ પ્રહલાદ પટેલ, કુલદીપસિંહ રાજ સહિતના આગેવાનોએ પક્ષપલટો કર્યો
ચૂંટણી પહેલા ભાજપ - કોંગ્રેસમાં જોડતોડનું રાજકારણ વધુ તેજ બન્યું છે, ત્યારે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. ડભોઇ તાલુકાના આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય અને કોંગ્રેસના હોદ્દા ઉપર રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો., કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ હતા પ્રહલાદ પટેલ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ કહેવાતા પ્રહલાદ પટેલ હાલમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ છે. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણનીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેઓ હારી ગયા હતા. ત્યારે આજરોજ તેઓએ ભાજપમાં જોડાઈને પોતાના રાજકારણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે., તેઓ સાથે યુવા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું- MLA શૈલેષ મહેતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરોના આવવાથી ડભોઇમાં ભાજપ વધુ મજબૂત બનશે. તમામને આજે ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું. અને તેઓનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તમામ કાર્યકરો હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે.
Read Original Article →