મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી યંગ બ્રિગેડ મેદાને:કોંગ્રેસની પ્રથમ યાદીમાં 18 ઉમેદવાર જાહેર, બે પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરાયા

Gujarat4/5/2026, 3:33:23 PM
મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી યંગ બ્રિગેડ મેદાને:કોંગ્રેસની પ્રથમ યાદીમાં 18 ઉમેદવાર જાહેર, બે પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંડાણ થઇ ચુક્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી લગભગ તૈયાર કરી દીધી છે ત્યારે રવિવારે મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં વડોદરા મહાનગરપાલિકાના 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બે કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સૌથી સિનિયર કોર્પોરેટર રિપીટ કરાયા વડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 7 સભ્યો જીત્યા હતા. જે પૈકી આજે જાહેર થયેલી યાદીમાં બે પૂર્વ કોર્પોરેટરોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરાના સૌથી સિનિયર પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને વોર્ડ 16માંથી રિપીટ કરવામાં આવ્યા છે. તો ગત ટર્મમાં વોર્ડ-13માંથી જીતેલા બાળાસાહેબ સુર્વેને પુનઃ રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 16 નવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યંગ બ્રિગેડને મેદાનમાં ઉતારવામાં આવી કોંગ્રેસે પણ આ વખતે અંગ બ્રિગેડને મેદાનમાં ઉતારી છે. આ યંગ બ્રિગેડમાં વોર્ડ-3માં પ્રદેશ પ્રવકતા નિશાંત રાવલના પત્ની કૃતિ રાવલ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવ (નિગમ) નો સમાવેશ થાય છે. તો વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ કે જેઓ હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે તેઓ ઉપરાંત વોર્ડ-14માં તીર્થ બ્રહ્મભટ્ટ. ઉપરાંત વિવિધ વોર્ડ પ્રમુખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બે પૂર્વ કોર્પોરેટરને ટિકિટ કોંગ્રેસ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવનાર પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી, પારુલ પટેલનું વોર્ડ-15માંથી નામ જાહેર કરવામાં આવ્યું છે. હરણી બોટકાંડ બાદ ન્યાય માટે માંગણી કરી રહેલા આશિષ જોષીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓના સાથી કોર્પોરેટર પારુલ પટેલને પણ ભાજપ વિરુદ્ધ કામ કરતા હોવાથી ટિકિટ નહીં મળે તેવો દ્રઢ વિશ્વાસ હતો જેથી આ બંનેએ થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. જેઓ બંનેને વોર્ડ-15માં ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. વોર્ડ-1માંથી જીતેલા ચાર ઉમેદવારોના નામ ઘોષિત કરવાના બાકી વડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 7 સભ્યો પૈકી 4 સભ્યો વોર્ડ 1માંથી વિજેતા બન્યા હતા. જો કે , પ્રથમ યાદીમાં વોર્ડ 1 કે જેમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતા તેની યાદી જાહેર કરવામાં આવી નથી. આગામી સમયમાં બીજી યાદીમાં આ વોર્ડના નામોની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે હાલમાં આ વોર્ડમાંથી કોણ રિપીટ કરવામાં આવે છે અને કોણ કપાય છે તેના ઉપર સૌની નજર છે.
Read Original Article →