પાદરા નર્મદા કેનાલ પાસે કારમાં આગ લાગી:બે ખેડૂતોનો આબાદ બચાવ, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર ટેન્કરમાં ભીષણ આગ

Gujarat5/23/2026, 6:27:30 AM
પાદરા નર્મદા કેનાલ પાસે કારમાં આગ લાગી:બે ખેડૂતોનો આબાદ બચાવ, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર ટેન્કરમાં ભીષણ આગ
વડોદરામાં ગત રોજ વાહનોમાં આગની બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. જિલ્લાના પાદરા તાલુકાના રણુ પીપળી વિસ્તારમાં નર્મદા કેનાલની નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે ખેડૂતોનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા બે ખેડૂતોને સ્થાનિક લોકો અને સરપંચના પ્રયાસોને કારણે આબાદ બચાવી લેવામાં આવ્યા હતા. બંનેમાંથી એક ખેડૂત વડોદરા શહેરના માંજલપુર વિસ્તારનો રહેવાસી છે. સ્થાનિક સરપંચે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર ટેન્કરમાં ભીષણ આગ બીજા બનાવમાં વડોદરા નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સાપા-બોડકા-કરજણ વિસ્તારમાં એક ખાલી ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. રોડ પરથી પસાર થતા ખાલી ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાલક સમયસર બહાર નીકળીને આબાદ બચી ગયો હતો. આ ઘટનાની જાણ 112 સેવાએ તાત્કાલિક કરજણ ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. ફાયરની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લાવી હતી. ગરમીના કારણે ઓવરહીટના કારણે આગ લાગી હોઈ શકે આ બંને ઘટનાઓમાં વાહનોમાં ગરમીના કારણે ઓવરહીટના કારણે આગ લાગી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આ આગ પર કરજણ ફાયર વિભાગે ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. સદ નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Read Original Article →