યુ-ટર્ન લઈ રહેલા કારચાલકે બુલેટસવાર બે યુવકોને ઉડાવ્યા, CCTV:બંને ફંગોળાઈને રોડની સાઈડમાં પડ્યા, કારચાલક સ્થળ પરથી ફરાર

Gujarat5/16/2026, 9:12:19 AM
યુ-ટર્ન લઈ રહેલા કારચાલકે બુલેટસવાર બે યુવકોને ઉડાવ્યા, CCTV:બંને ફંગોળાઈને રોડની સાઈડમાં પડ્યા, કારચાલક સ્થળ પરથી ફરાર
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલા બુલેટ સવાર બે યુવકોને વળાંક લેતી કારના ચાલકે જોરદાર ટક્કર મારતા બંને યુવકો રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે માનવતા દાખવવાના બદલે વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ફૂટેજના આધારે ફરાર કારચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. બુલેટસવાર યુવકો રસ્તા પરથી ફંગોળાઈને સાઈડમાં પડ્યા વડોદરા પાસેથી નેશનલ હાઇવે 48 પર થી બુલેટ પર સવાર બે યુવકો નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વળાંક લેતી એક તેજ ગતિની કાર અચાનક તેમની બુલેટ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકો રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક ફરાર અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકો ભરૂચથી આણંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તને હાલમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
Read Original Article →