વડોદરામાં અકસ્માત સર્જનાર કારચાલક ફરાર:કારચાલક આગળ જતી કારને ટક્કર મારી, ગાડીમાંથી બિયરના ટીન મળ્યા; પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો

Gujarat5/13/2026, 10:56:23 AM
વડોદરામાં અકસ્માત સર્જનાર કારચાલક ફરાર:કારચાલક આગળ જતી કારને ટક્કર મારી, ગાડીમાંથી બિયરના ટીન મળ્યા; પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો
વડોદરાના તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના મોતીનગર સોસાયટી સામે બની હતી. જેમાં પાછળની કાર ચાલકે આગળ જતી કારને ટક્કર મારી હતી. જેમાં પાછળથી આવતી કારમાંથી દારૂ મળી આવ્યો છે. આ કાર ચાલક ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. કારને પાછળથી આવતી બીજી કારે ધડાકાભેર ટક્કર મારી પ્રાપ્ત માહિતી અનુસાર, આગળ જઈ રહેલી એક કારમાં પાછળથી આવતી બીજી કારે ધડાકાભેર ટક્કર મારી હતી. પાછળથી આવતી કારના ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે. અકસ્માત બાદ તપાસમાં કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરની ટીન મળી આવી હતી. અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ ચાલક સ્થળ પર ગાડી મૂકીને ફરાર અકસ્માત સર્જનાર કાર ચાલક સાથે અન્ય વ્યક્તિઓ પણ હોવાની વિગતો સામે આવી છે. જેઓ કારમાં મહેફિલ માણતા હતા કે શું? નશાની હાલતમાં હતા કે કેમ? દારૂ ક્યાંથી વાતો? અને અકસ્માત બાદ તેઓ સ્થળ પર ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગે મકરપુરા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર છે અને શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →