વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:76માંથી ફક્ત 15 ઉમેદવારોને જ રિપિટ કરાયા, જુઓ કોણ ફાવ્યું અને કોણ કપાયું?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવરોની યાદી જાહેર કરી છે. કુલ 19 વોર્ડ પર 76 ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. 76માંથી માત્ર 15 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે. ખાસ કરીને એવી માહિતી મળી છે કે, વોર્ડ 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જો કે, હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બળવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે.
ગત ટર્મમાં ચૂંટાયેલા 69 કોર્પોરેટરમાંથી માત્ર 15ને જ રિપિટ કરાયા
Read Original Article →