આ જ હતો…મારો આને… કહી હુમલો કર્યો:વડોદરામાં ફરી કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, આરોપી જાહેરમાં હથિયાર લઈ દોડતો સીસીટીવીના કેદ થયો, ચાર સામે ફરિયાદ
વડોદરા શહેરમાં એક વખત ફરી ગેંગવોરનો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કુખ્યાત બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચકતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ગુજસીટોક હેઠળ જેલમાં રહેલો અને તાજેતરમાં છૂટેલો અસફાક શેખ ફરીથી પોતાની ગેંગ સાથે સક્રિય થયો હોવાનું સામે આવ્યું છે. સિટી પોલીસે ઇજાગ્રસ્ત નૈમુદ્દીન સૈયદની ફરિયાદના આધારે ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત રિક્ષા ડ્રાઇવર અને મજીલીમીયા માસ્ટરનો ખાંચો મીનારા મસ્જીદ પાસે આવેલ યાકુતપુરા ખાતે રહેતા નઈમુદ્દીન બસીરુદ્દીન સૈયદ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી સાજીદ ગોલુમીયા શેખ ઉર્ફે પહેલવાન , અસ્ફાક ઇકબાલમીયા શેખ, ફિરોજ ઝેલાની શેખ ત્રણેય (રહે.મીનારા મસ્જીદની પાછળ, યાકુતપુરા, વડોદરા શહેર) દ્વારા જુની અદાવતને લઇને ફરિયાદી પર હુમલો કર્યો હતો. દરમ્યાન તેઓ ઉશ્કેરાઇ જઈને ગંદી ગાળો બોલતા હતા અને આ જ હતો, મારો આને….તેવુ કહીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી સાજીદ ગોલુમીયા શેખ ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ડંડો માર્યો હતો. આ સાથે આરોપીના ભાઈ નાસીરુદ્દીન બસીરુદીન સૈયદ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ગડદાપાટુનો માર કર્યો હતો.આ દરમ્યાન આરોપી મોહસીન અમીનમીયા શેખ દ્વારા તેઓના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તમામ સામે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોપી અસ્ફાક ઇકબાલમીયા શેખ ગુજસીટોક હેઠળ જેલમાં રહી ચુક્યો છે અને પરત ફરતા આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ તેમની આખી હરકત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →