ખોટા સોગંદનામાથી બે મિલકતમાં વારસદારોનો હક ડુબાડ્યાનો આક્ષેપ:સિટી સર્વે નોંધ રદ થયા બાદ મામલો ગરમાયો, પિતરાઈ ભાઈઓ સામે જ ભરત સોનીએ કરી પોલીસ ફરિયાદ
વડોદરાના હરણી રોડ વિસ્તારમાં રહેતા 64 વર્ષીય ભરતભાઈ સોનીએ પોતાના પિતરાઈ ભાઈઓ સામે ખોટું સોગંદનામું બનાવી પરિવારના સભ્યોનો વારસાઈ હક ડુબાડ્યાના ગંભીર આક્ષેપ સાથે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષમાં ખોટા સોગંદનામાથી દસ્તાવેજમાં નામ ચડાવ્યા
આરોપીઓએ વર્ષ 2018માં ખોટી વિગતો સાથે સોગંદનામું રજૂ કરી સીટી સર્વે કચેરીમાં મિલકતના દસ્તાવેજોમાં પોતાના નામ ચડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે, તેમના દાદા પોપટલાલ ઉર્ફે ઓગળભાઈ સોનીની ચુડામાં આવેલી મિલકત તેમજ વડોદરાની કુબેરભાઈ ચંદની પોળ વિસ્તારમાં આવેલી પેઢીથી મળેલી મિલકતોમાં પરિવારના તમામ વારસદારોનો હક હતો. પંચાયતમાં વેરો ભરવા જતા ખેલ ખુલ્લો પડ્યો
જો કે વર્ષ 2023માં ગ્રામ પંચાયત ખાતે વેરો ભરવા જતા જાણવા મળ્યું કે, મિલકત તેમના કાકાના દીકરાઓ ચંદ્રેસભાઈ અને દિલીપભાઈના નામે નોંધાઈ ગઈ છે. ત્યારબાદ સીટી સર્વેની નકલ કાઢતા ખોટા સોગંદનામાના આધારે નોંધ દાખલ કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. કાયદેસર વારસદારોને નિઃસંતાન મરણ દર્શાવ્યા હતા
ચંદ્રેસભાઈ ચોક્સીએ માત્ર રૂ.50ના સ્ટેમ્પ ઉપર ખોટું સોગંદનામું બનાવી, પરિવારના અન્ય કાયદેસર વારસદારોને નિઃસંતાન મરણ દર્શાવી મિલકતમાં રહેલો હક ડુબાડી દીધો હતો. આ મામલે નાયબ કલેક્ટર કોર્ટમાં અરજી કરવામાં આવતા નોંધોને રદ કરી નવેસરથી પુરાવા આધારે કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હાલ વાડી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →