નિર્માણાધીન બિલ્ડિંગની કામગીરી સમયે દુર્ઘટનામાં બાળકીએ જીવ ગુમાવ્યો:વડોદરામાં પેરાફિટ પર વાંદરા કૂદતા સિમેન્ટના બ્લોક નીચે પડતા રમી રહેલી 3 વર્ષની બાળકીનું મોત
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની કામગીરી સમયે દુર્ઘટનામાં બાળકીએ જીવ ગુમાવ્યો છે. બિલ્ડીંગની કામગીરી સમયે વાંદરા કૂદતા પેરાફીટ પર લગાવવામાં આવેલા સિમેન્ટના બ્લોક નીચે પડતા રમતી બાળકી પર પડતા તેનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે અને આ મામલે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી
ભારતી સ્કુલ પાસે મૂળ છોટાઉદેપુરના ગોવિંદભાઈ રાઠવા ચણતર કામ કરી રહ્યા હતા. આ સમયે વાંદરાઓએ કૂદકા મારતા પાંચમાં માળની પેરાફિટના સિમેન્ટના બ્લોક નીચે પડ્યા હતા. બ્લોક ગોવિંદભાઈની દીકરી 3 વર્ષની ધ્રુવી
ઉપર પડ્યા હતા. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે શ્રમજીવીઓ દોડી આવ્યા હતા અને તુરંત જ 108 એમ્બ્યુલન્સ જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ આવ્યા બાદ બાળકીને શહેરની સયાજી હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
Read Original Article →