નોન ટ્રાન્સપોર્ટ ફોર વ્હીલર માટે RTO કચેરીમાં ફિટનેસ ટેસ્ટ બંધ:ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર પર જ થશે ટેસ્ટિંગ, વડોદરામાં 5 ખાનગી સેન્ટર પર ફિટનેસ ટેસ્ટ કરાવી શકાશે

Gujarat5/21/2026, 12:47:39 PM
નોન ટ્રાન્સપોર્ટ ફોર વ્હીલર માટે RTO કચેરીમાં ફિટનેસ ટેસ્ટ બંધ:ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર પર જ થશે ટેસ્ટિંગ, વડોદરામાં 5 ખાનગી સેન્ટર પર ફિટનેસ ટેસ્ટ કરાવી શકાશે
વડોદરા સહિત રાજ્યભરમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનોમાં થતા ફિટનેસ ટેસ્ટ અંગે અવાર નવાર નિયમોમાં ફેરફાર અને સુધારા આવતા હોય છે. હવે રાજ્યની દરેક RTOમાં થતા ફોર વ્હીલર નોન ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ હવે ખાનગી ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર પર થશે. ફોર વ્હીલર નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ફિટનેસ ટેસ્ટ RTOમાં નાબૂદ વડોદરા સહિત રાજ્યમાં આરટીઓ કચેરીમાં થતા ફિટનેસ ટેસ્ટ હવે સંપૂર્ણ પણે બંધ કરાવવામાં આવી રહ્યા છે. અગાઉ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટરમાં ટ્રાન્સપોર્ટ વાહનોના જ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવતો હતો, જ્યારે ફોર વ્હીલર નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ફિટનેસ ટેસ્ટ RTO કચેરી ખાતે લેવાતો હતો. હવે નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં ફોર વ્હીલર ટેસ્ટિંગ સંપૂર્ણ પણે RTO કચેરીમાંથી નાબૂદ કરવામાં આવ્યું છે. વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આગામી દિવસોમાં નોન ટ્રાન્સપોર્ટ ફોર વ્હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્ટ સુવિધા બંધ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લાના તમામ ફોર વ્હીલર નોન ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો વડોદરાના પાંચ ખાનગી ફિટનેસ સેન્ટર પર પોતાના વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવી શકે છે.
Read Original Article →