અજય દુધાણી ગેંગ સામે ગુજસીટોકનો કેસ:ફરાર આરોપી જશપાલસિંહના 9 દિવસના રિમાન્ડ મંજૂર, અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ હતી

Gujarat4/8/2026, 3:18:04 PM
અજય દુધાણી ગેંગ સામે ગુજસીટોકનો કેસ:ફરાર આરોપી જશપાલસિંહના 9 દિવસના રિમાન્ડ મંજૂર, અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ હતી
વડોદરા શહેરમાં જુદી-જુદી જગ્યાએ આરોપીઓને ભેગા મળી ગુના આચરતી અજય દુધાણી ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GCTOC) હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં 7 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવાયા હતા. આ કેસમાં એક નાસતા કરતા આરોપીની ધરપકડ કરીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જુદા-જુદા વિસ્તારોમાં 10 વર્ષથી ગુના આચરતા હતા અજય દુધાણી ગેંગના અર્જુનસિંગ ઉર્ફે કથ્થોડ દર્શનસિંગ દુધાણી, કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી, મન્નીસિંગ દર્શનસિંગ દુધાણી, શંકર સોનુભાઈ મારવાડી, પ્રકાશ વિજયભાઈ રાજપુત, અજયસિંગ દર્શનસિંગ દુધાણી, શમશેરસિંગ ઉર્ફે હબ્લુસિંગ અને જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી મળીને એક સંગઠિત ગેંગ બનાવી વડોદરા શહેર તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી વિવિધ ગુનાઓ આચર્યા હતા. અમુક આરોપીઓને વડોદરા અને અમુકને ગોધરા-અમદાવાદ જેલમાં રખાયા પોલીસે વિવિધ 7 આરોપીઓને અટક કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા કેટલાક આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા બાદ તેઓને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કેટલાક આરોપીઓ મૂળ કસ્ટડી મુજબ ગોધરા અને અમદાવાદ જેલમાં રાખવામાં આવ્યા છે. આ કેસમાં ખાસ કરીને આરોપી જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી ફરાર હતો. તેને પણ પોલીસે તાજેતરમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એસીપી સી ડિવિઝન અશોક રાઠવા સહિતની ટીમે તેને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટ દ્વારા આરોપીના 9 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Read Original Article →