2 અકસ્માતમાં 2 લોકોના મોત:પંડ્યા બ્રિજ પાસે સ્કૂટર પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા યુવકનું મોત, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહનને ટક્કર મારતાં આઈસરના ચાલકનું મોત

Gujarat5/23/2026, 1:53:43 PM
2 અકસ્માતમાં 2 લોકોના મોત:પંડ્યા બ્રિજ પાસે સ્કૂટર પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા યુવકનું મોત, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહનને ટક્કર મારતાં આઈસરના ચાલકનું મોત
વડોદરા શહેર અને આસપાસ વિસ્તારમાં 2 અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. પંડ્યા બ્રિજ પાસે સ્કૂટર પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા યુવકનું મોત થયું છે. જ્યારે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહનને ટક્કર મારતાં આઈસરના ચાલકનું મોત થયું હતું. વડોદરા શહેરના રહેવાસી રમેશભાઈ જીવણભાઈ પરમારે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 20 મેના રોજ તેમના ભત્રીજા ઇશ્વર રાજુભાઈ પરમાર પોતાની એક્ટિવા સ્કૂટર લઈને નીકળ્યા હતા. વહેલી સવારે પંડ્યા બ્રિજ ઉતરતા દરમિયાન સ્કૂટર પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા તેમને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇશ્વરને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બપોરે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગોરવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા એક બનાવમાં ભરુચ જિલ્લાના પાલેજ સ્થિત સંજરી પાર્કમાં રહેતા હુસૈનભાઈ ઉસ્માનભાઈ ચૌહાણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 22 મેના રોજ વહેલી સવારે તેમના ભાઈ મોહસિનને અકસ્માતમાં ઇજા થતાં ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર આઈસરના ચાલક મોહસિને અજાણ્યા વાહન પાછળ ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં મોહસિનને બંને પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નંદેસરી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →