મહિલાએ બેફામ કાર હંકારી મોપેડ ચાલકને 20 ફૂટ ઢસડ્યા:ફસાઈ જતા લોકોએ કાર ઉંચી કરીને બહાર કાઢ્યા,મહિલાની અટકાયત;ડિનર કરીને ઘરે જતા ભાઈ-બહેનને ટક્કર મારી

Gujarat6/3/2026, 4:51:07 AM
મહિલાએ બેફામ કાર હંકારી મોપેડ ચાલકને 20 ફૂટ ઢસડ્યા:ફસાઈ જતા લોકોએ કાર ઉંચી કરીને બહાર કાઢ્યા,મહિલાની અટકાયત;ડિનર કરીને ઘરે જતા ભાઈ-બહેનને ટક્કર મારી
વડોદરાના કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે જ મંગળવારે મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવીને એક મહિલા કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી અને ભાઈ-બહેનને અડફેટે લીધા હતા.એક્ટિવા સવાર ભાઈને કારને નીચે ફસાઈ ગયા હતા અને મહિલા કાર ચાલકે તેમને 15થી 20 ફૂટ સુધી ઘસડ્યા હતા.હાજર લોકોએ કાર ઉંચી કરીને કારની નીચે ફસાયેલા સંતોષભાઈને બહાર કાઢ્યા હતા.આ સમયે તેઓ લોહીથી લથપથ થઈ ગયા હતા.બંને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે કુંભારવાડા પોલીસે અકસ્માત સર્જનાર મહિલા કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાઈ-બહેન ડિનર કરી પરત ફરતા હતા વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ સ્થિત આશિષ સોસાયટીમાં રહેતી 19 વર્ષીય ધ્રુવી પ્રકાશ સાળવીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, 2 જૂન 2026ના રોજ રાત્રે ધ્રુવી સાળવી, તેની માતા પૂજા પ્રકાશ સાળવી, ભાઈ ધૈર્ય સાળવી તથા પૂણેમાં રહેતા તેના મામા સંતોષભાઈ કદમ સાથે જયુબિલી બાગ ખાતે ડિનર માટે ગયા હતા.રાત્રે આશરે 10 વાગ્યા બાદ ડિનર પૂર્ણ કરીને તમામ પરિવારજનો અલગ-અલગ 2 સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યા હતા. સંતોષભાઈને મહિલા કાર ચાલકે 20 ફૂટ સુધી ઢસડ્યા ધ્રુવી પોતાની પ્લેઝર સ્કૂટર પર આગળ ચાલી રહી હતી, જ્યારે તેના મામા સંતોષ કદમ એક્ટિવા સ્કૂટર ચલાવી રહ્યા હતા અને પાછળ તેની માતા પૂજા સાળવી બેઠા હતા.પરિવારજનો કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારથી ફતેપુરા ચાર રસ્તા થઈ સંગમ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન રાત્રે આશરે 10:30 વાગ્યે ફતેપુરા સ્થિત મહાકાળી માતાના મંદિર નજીક પહોંચતા પાછળથી કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. કાર નીચે ફસાઈ જતા લોકોએ માંડ બહાર કાઢ્યા અકસ્માતમાં પૂજાબેન અને સંતોષભાઈ ઇજાગ્રસ્ત થયા હતા.સંતોષભાઈ તો કારની નીચે ફસાઈ ગયા હતા.ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને કારને ઊંચી કરીને સંતોષ કદમને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પૂજા સાળવીને જમણા હાથ તથા બંને પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું છે,જ્યારે સંતોષ કદમને ડાબા પગના સાથળના ભાગે તેમજ છાતીની પાંસળીમાં ફ્રેક્ચર થયું છે.હાલ બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મમ્મી પર બે વાર ગાડી ચઢાવી દીધી:ધ્રુતિ સાળવી ઈજાગ્રસ્ત પૂજાબેનની દીકરી ધ્રુતિ સાળવીએ જણાવ્યું હતું કે, મારા મામા અને મારી મમ્મી બંને એક્ટિવા પર જઈ રહ્યા હતા.ત્યારે પાછળથી એક મહિલા કાર ચાલક આવ્યા અને તેમણે પોતાની ફોર-વ્હીલર ગાડી તે બંને પર ચઢાવી દીધી હતી.તેમણે મારી મમ્મી પર બે વાર ગાડી ચઢાવી અને મારા મામા પર પણ ગાડી ચઢાવી દીધી હતી હતી. જ્યારે ગાડી મામા પર ચડાવી,ત્યારે તેમણે પાછી ન હટાવી જ નહીં, આજુબાજુના બધા લોકો કહી રહ્યા હતા કે તમે ગાડી આગળ લો,અંદર માણસ ફસાયેલો છે,પણ તે આંટી ગાડી આગળ લેતા જ નહોતા.અમે બધા ડિનર માટે ગયા હતા અને ત્યાંથી પાછા ઘરે જઈ રહ્યા હતા.તે આંટીને ટ્રાફિકમાં કશી ખબર ના પડી અને તેમણે અમારી ગાડીને ટક્કર મારી દીધી હતી.
Read Original Article →