ચૂંટણી ઇફેક્ટ:યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા પાછળ ઠેલાઇ
એમ.એસ. યુનિ.ની પરીક્ષાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશે. યુનિ.ની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીની એફવાય બીકોમની પરીક્ષા 24 એપ્રિલની જગ્યાએ 1લી મેના રોજ શરૂ થશે. આ ઉપરાંત એમકોમની પરીક્ષા પણ પાછી ઠેલવી પડે તેવી શક્યતાઓ છે. યુનિ.ની મોટાભાગની ફેકલ્ટીમાં પરીક્ષાઓ મે મહિના પહેલા પૂરી કરવાનું આયોજન હતું. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે પરીક્ષાઓ પાછી ઠેલવાનો વારો આવ્યો છે. એફવાય બીકોમની 24 એપ્રિલના રોજ શરૂ થવાની પરિક્ષા હવે 28 એપ્રિલ કે 1લી મેના રોજ શરૂ કરવામાં આવશે. એસવાય બીકોમની પરીક્ષા 17 એપ્રિલથી શરૂ થઈ જે 23 એપ્રિલના રોજ પૂર્ણ થશે.આર્ટસની 21 તારીખથી શરૂ થઈ રહેલી એમએ સેમેસ્ટર 1-2 તથા ટીવાય બીએની પરીક્ષાઓ હવે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે. હજી આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ નવી તારીખોની રજૂ કરી નથી. પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશે
પરીક્ષાઓ મોડી થવાથી પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશે. જેની સીધી અસર નવા શૈક્ષણિક સત્રના એડમિશન પર પડી શકે છે. મે મહિનામાં અધ્યાપકોના વેકેશન પ્લાન પર કાતર ફરી શકે તેવી શકયતાઓ છે. મે મહિનાના વેકેશનમાં પણ અધ્યાપકોએ 15 થી 20 દિવસ કામગીરી કરવી પડશે.
Read Original Article →