ગઠિયાઓએ સિનિયર સિટીઝનને ધમકાવી સોનાની વીંટીઓ લૂંટી:કારેલીબાગમાં વૃદ્ધને ચપ્પુ બતાવી લૂંટ કરનાર ગેંગના દરજીપુરાના 2 પકડાયા
કારેલીબાગ આનંદ નગર પાસે મોર્નિંગ વોક કરવા નીકળતા સિનિયર સિટીઝનને ચપ્પુ બતાવી લૂંટવામાં આવ્યા હતા. આ લૂંટારુ ટોળકીના બે સાગરિતોને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. 18 મેના રોજ કારેલીબાગમાં બનેલી ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે કુલ 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આનંદનગર ચાર રસ્તા પાસેથી પસાર થતા એક વૃદ્ધ વહેલી સવારે 5.15 વાગ્યે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન નંબર પ્લેટ વગરના કાળા કલરના એક્ટિવા મોપેડ પર આવેલા બે બદમાશોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓ વૃદ્ધના હાથમાંથી અંદાજે 15 ગ્રામની અને દોઢ લાખની 2 સોનાની વીંટીઓ કઢાવીને ભાગી ગયા હતા. લૂંટની ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમી મળતા પોલીસે શંકાસ્પદ કાળા કલરના એક્ટિવા સાથે વિશાલ ગોપાલનાથ ભાટી મદારી અને કરણનાથ રાજુનાથ ભાટી મદારી, બંને રહે. દરજીપુરા, મૂળ રહે. દહેગામને ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે લૂંટેલી વીંટીઓ રાહુલ નામના શખ્સને 1.60 લાખમાં વેચી દીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના વેચાણના બાકી બચેલા રોકડા 64,000, મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલું એક્ટિવા મળીને 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઝૂંપડાની બહાર એક્ટિવા જોતા પોલીસે ઝડપી પાડ્યા વહેલી સવારે વૃદ્ધને ચપ્પુ લૂંટી લેવાના બનાવમાં આરોપીઓ ગાંધીનગર પાસેના દહેગામના છે. ત્યાં પારિવારિક વિવાદ થતાં મારામારી થઈ હતી. જેમાં બંને આરોપી હતા.પોલીસથી બચવા બંને આરોપીઓ વડોદરા એક મહિના પહેલા આવી છુપાયા હતા અને દરજીપુરા પાસે હંગામી ઝૂંપડું બનાવી રહેતા હતા. વહેલી સવારે અવરજવર ઓછી રહેતી હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સીસીટીવીના આધારે બંને ઝડપાઈ ગયા હતા. સીસીટીવીમાં લૂંટારુઓ મોપેડ લઈ દુમાડથી ગોલ્ડન ચોકડી સુધી જતાં જોઈ શકાયા હતા. પરંતુ આજવા ચોકડી નહીં પહોંચતા બંનેની દરજીપુરાની આસપાસ શોધખોળ કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડાની બહાર એક્ટિવા જોતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. ઇનસાઇડ ગઠિયાઓએ સિનિયર સિટીઝનને ધમકાવી 1.50 લાખની સોનાની વીંટીઓ લૂંટી
Read Original Article →