લાકડા અને લોખંડની પાઇપથી તૂટી પડ્યા, VIDEO:તુલસીવાડી વિસ્તારમાં શાકભાજીની લારી સાથે એક્ટિવાની ટક્કર થવા બાબતે મામલો બિચક્યો

Gujarat5/22/2026, 7:48:32 AM
લાકડા અને લોખંડની પાઇપથી તૂટી પડ્યા, VIDEO:તુલસીવાડી વિસ્તારમાં શાકભાજીની લારી સાથે એક્ટિવાની ટક્કર થવા બાબતે મામલો બિચક્યો
વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતા એક પરિવાર પર સામાન્ય બોલાચાલી બાદ કેટલાક શખ્સો દ્વારા લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં લારી ચાલક યુવક, તેના પિતા અને ભાઈ સહિત પરિવારના સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે. મહિલાએ એક્ટિવાને લારી સાથે અથડાવ્યું ફરિયાદી આકાશભાઈ સુરેશભાઈ વાઘેલાએ નોંધાવેલી વિગતો અનુસાર, તેઓ ગત રોજ રાત્રે તેમની પત્ની રૂપાબેન સાથે તુલસીવાડી પોલીસ ચોકી તરફ જવાના રસ્તે, 'રજવાડી ચા' ની દુકાન પાસે શાકભાજીની લારી પર વેપાર કરી રહ્યા હતા. તે સમયે તુલસીવાડી તરફથી આવી રહેલી એક એક્ટિવાની ચાલક મહિલાએ અચાનક તેમની શાકભાજીની લારી સાથે વાહન અથડાવ્યું હતું. શાકભાજીની લારી ઊંધી વાળી દીધી જ્યારે આકાશે એક્ટિવા પાછળ બેઠેલા અજાણ્યા પુરુષને જોઈને ગાડી ચલાવવાનું કહ્યું, ત્યારે તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આકાશની શાકભાજીની લારી ઊંધી વાળી દીધી હતી. એક્ટિવા ચાલક મહિલા અને પાછળ બેઠેલા શખ્સે ગાળાગાળી કરી, ઝપાઝપી કરી તને જોઈ લઈશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. લાકડા અને લોખંડની પાઇપથી તૂટી પડ્યા હતા આ ઘટનાના થોડીવાર પછી, જ્યારે આકાશ પોતાની લારી પેક કરી રહ્યો હતો, ત્યારે અગાઉ ઝઘડો કરનાર બંને ઇસમો અન્ય બે શખ્સોને સાથે લઈને પરત આવ્યા હતા. આ ચારેય જણાએ લારી પાસે આવીને અચાનક જ આકાશ પર હુમલો કરી દીધો હતો. એક્ટિવા પાછળ બેઠેલા ઇસમે લોખંડની પાઇપ વડે આકાશના માથાના ભાગે તેમજ ડાબા પગના ઘૂંટણ પર ફટકા માર્યા હતા. માથામાં લોખંડની પાઇપ ઝીંકી દીધી આકાશની બૂમાબૂમ સાંભળીને સામે જ લારી ચલાવતા તેના પિતા સુરેશભાઈ ચિમનભાઈ વાઘેલા , માતા ગજીબેન અને નાનો ભાઈ સાગર તેને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. હુમલાખોરોએ પિતા સુરેશભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને એક્સેસ ગાડીની પાછળ બેઠેલા ઇસમે તેમના માથામાં લાકડાનો દંડો મારી દીધો હતો, જેના કારણે તેમને ડાબા ગાલના ભાગે પણ ઇજા થઈ હતી. આ ઉપરાંત, હુમલાખોરોએ આકાશના ભાઈ સાગરના માથામાં પણ લોખંડની પાઇપ ઝીંકી દીધી હતી. ફરિયાદ નોંધાઈ આ સમગ્ર હિંસક ઝઘડો જોઈ નજીકમાં જ શાકભાજીની લારી ચલાવતા આકાશના માસી જશીબેન ઈશ્વરભાઈ વાઘેલા વચ્ચે પડ્યા હતા, ઝપાઝપીમાં તેમને પણ ડાબા હાથના ખભાના ભાગે ઇજા પહોંચી હતી. અંતે જનરક્ષક 112 પર ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →