હોટ એન્ડ હ્યુમીડ:આજે ભેજયુક્ત પવનથી બફારો થશે,પારો 40 ડિગ્રી જશે

Gujarat5/28/2026, 12:00:00 AM
હવામાન વિભાગે 28 મેના રોજ ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે. ગુરૂવારે પારો 40 ડિગ્રી સુધી નોંધાશે. શહેરમાં દક્ષિણ-પશ્ચિમની દિશાથી ભેજયુક્ત પવનો ફુંકાઈ રહ્યાં છે. જેથી ભેજ વધતા બફારો વર્તાશે. શનિવારથી પારો 2 ડિગ્રી ઘટતા રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર, શહેરમાં 2 જૂન આસપાસ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાંની સંભાવના છે. વડોદરામાં હાલ ભેજનું પ્રમાણ 50%થી 60% વચ્ચે નોંધાઈ રહ્યું છે, જે સામાન્યથી વધુ હોવાથી પરસેવો વધુ થવો અને થાક લાગવાની શક્યતા છે. આંકડા અનુસાર, બુધવારે મહત્તમ પારો 40.6 ડિગ્રી, લઘુત્તમ 29.8 ડિગ્રી હતો. ભેજનું પ્રમાણ સવારે 64 અને સાંજે 32 ટકા હતું. ભેજના કારણે અકળામણ થશે, હીટ ઈન્ડેક્સમાં પણ વધારો થવાની શક્યતા 28 મેએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી શકે છે શહેરમાં સમુદ્ર પરથી પવનો આવતાં ભેજનું પ્રમાણ વધે છે. ગુરૂવાર સુધી ગરમીનો પારો 40 ડિગ્રી સુધી સ્થિર રહેશે. ત્યારબાદ શનિવારથી ગરમીનો પારો નીચે ઉતરશે. બીજી તરફ 28 મેના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે 1-2 જૂનના રોજ વડોદરામાં વરસાદી છાંટા વરસી શકે છે.
Read Original Article →