પ્રજાનો અવાજ:તરસાલી-ઘાઘરેટિયામાં બિસ્માર રસ્તા, ગંદા પાણી, સર્કલની સમસ્યાના ઉકેલની ‘તરસ’

Gujarat4/13/2026, 12:56:58 AM
પ્રજાનો અવાજ:તરસાલી-ઘાઘરેટિયામાં બિસ્માર રસ્તા, ગંદા પાણી, સર્કલની સમસ્યાના ઉકેલની ‘તરસ’
એક જમાનામાં શહેરના છેવાડાના વિસ્તારના તરસાલી-ઘાઘરેટિયા ઘણા સમયથી શહેરનો હિસ્સો છે. પણ સરવાળે અહીં કેટલાક પાકા રસ્તાઓ સિવાય અન્ય લોકસુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. બે રાજકીય પક્ષોના 4 નેતાઓ વચ્ચે વહેંચાયેલા આ વિસ્તારોના લોકોને હવે વિકાસની સાથે ખખડધજ રસ્તા, ગંદા પાણી અને શાકબજારને સમાવીને બેસેલા સર્કલની સમસ્યાના ઉકેલની તરસ છે. દિવ્ય ભાસ્કરને સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં નેતાઓ ફરકતા નથી અને જો આવી જાય તો વચન આપીને ભૂલી જાય છે. વિજયનગરના મુખ્ય રસ્તાઓ લોકોને રૂ. 50 લાખની ગ્રાન્ટ મંજૂરીની લોલિપોપ બાદ હજીય વિકાસની વાટ જુએ છે. ઘાઘરેટિયામાં રસ્તા, વીજળી અને તળાવની સમસ્યાઓ ઊભી છે. લોકોની અનેક રજૂઆતો છતાં વિસ્તારોની સમસ્યાઓ ધ્યાને લેવાતી નથી. ક્યાંક પાણીનો કકળાટ અને રસ્તાની સમસ્યા, તો ક્યાંક ટ્રાફિક-પાર્કિંગ માથાનો દુઃખાવો તરસાલીવાસીઓને જન્મમરણની નોંધ માટે વોર્ડ-19માં જવું પડે છે, ઓફિસ ન હોવાથી લોકોને હાલાકી તરસાલી વોર્ડ નં. 16માં છે પણ જન્મમરણની નોંધણીની આ વોર્ડમાં ઓફિસ નથી. જેથી તરસાલીવાસીઓને આ નોંધણી માટે વોર્ડ નં. 19ની ઓફિસમાં હાઇવે ક્રોસ કરીને જવું પડે છે. આ વિશે સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ પટેલે કહ્યું કે, આ સમસ્યાને લીધે સ્થાનિકોને લાંબે જવું પડે છે અને બિનજરૂરી નાણા અને સમયનો વેડફાટ થાય છે. ગટર ઊભરાય છે, ખુલ્લા પ્લોટો પર અસામાજિકોનો અડ્ડો, લોકોની રજૂઆતો છતાં સમસ્યાઓ ધ્યાને લેવાતી નથી
Read Original Article →