મતદારોનું સમીકરણ:જિલ્લામાં 8.87 લાખ મતદાર, વડોદરા તાલુકો 1.95 મતદારો સાથે સૌથી મોટો
વડોદરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના માળખામાં મતદારોની ભાગીદારી અત્યંત નિર્ણાયક બનશે. એસઆઈઆરની કામગીરી બાદના આંકડા અનુસાર, જિલ્લાના આઠ મુખ્ય તાલુકાઓ કરજણ, ડભોઇ, ડેસર, પાદરા, વડોદરા, વાઘોડિયા, શિનોર અને સાવલી મળીને કુલ 8,87,983 મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4,52,864 અને મહિલા મતદારોની સંખ્યા 4,35,110 નોંધવામાં આવી છે. વડોદરા તાલુકો 1,95,637 મતદારો સાથે સૌથી મોટો મતવિસ્તાર છે, જ્યારે શિનોર તાલુકો 49,525 મતદારો સાથે સૌથી નાનો વિસ્તાર છે. ગ્રામીણ સ્તરે જોતા, વડોદરા તાલુકાનું સયાજીપુરા ગામ 8,094 મતદારો સાથે જિલ્લાનું સૌથી મોટું મથક બનીને ઉભરી આવ્યું છે. જ્યારે બીજી તરફ, શિનોરનું આનંદી ગામ સૌથી ઓછી એટલે કે માત્ર 2,423 મતદારોની સંખ્યા ધરાવે છે. આ આંકડાકીય માહિતી આગામી ચૂંટણીઓમાં વિવિધ પક્ષો માટે વ્યૂહાત્મક આયોજન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનિય છે કે, ભાજપ સિવાય વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરવામાં આવી છે ત્યારે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. 8 તાલુકામાં કુલ 8.87 લાખ મતદારો વડોદરાના સયાજીપુરામાં સૌથી વધુ મતદારો શિનોરના આનંદીમાં સૌથી ઓછા મતદારો
Read Original Article →