સિટી એન્કર:યુવકે સોશિયલ મીડિયામાં બાજવાના પરિવારની 5 મહિલાઓના ફોટો ઉપર 1 હજારથી 5 હજાર કિંમત લખી, પોલીસે પાઠ ભણાવ્યો
બાજવામાં પરિણિતાના સોશિયલ મીડિયા આઈડી પર યુવકે પરિણિતાના જ પરિવારની 5 મહિલાઓની રૂ.1 હજારથી રૂ.5 હજારની કિંમત લખીને કોમેન્ટ કરી હતી. જેને પગલે યુવક અને પરિણિતાના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. 23 વર્ષીય પરિણિતા લક્ષ્મીપુરામાં નોકરી કરે છે. 20 દિવસ પૂર્વે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘મહેશ સેમ ઈવેન્ટ બરોડા’ આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. પરિણિતાએ તેને નકારી હતી. 6 એપ્રીલે પરિણિતાએ સ્ટોરી મુકી હતી. જેમાં ફોટોમાં યુવતી સહિત તેના દેરાણી-જેઠાણી પણ હતાં. જેમાં રૂ.1 હજારથી લઈને રૂ.5 હજાર એમ અલગ અલગ રકમ લખી મહેશ સેમ ઈવેન્ટ બરોડા આઈડી પરથી મેસેજ મોકલાયો હતો. પરિણિતાએ આ શું છે? પૂછતા, કોઈ જવાબ મળ્યો નહોતો. યુવક દ્વારા સ્ટોરી પર ખૂબ અપમાનજક કોમેન્ટ કરવામાં આવી હતી. ત્યારે પરિણિતાએ તે આઈડીનો ફોટો સંબંધીઓને બતાવતા તે મહેશ ભરત પરમાર (બાજવા) હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિણિતાએ તેની સામે ફરિયાદ નોંધાવતા જવાહરનગર પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પરિણિતા અને યુવકના પરિવાર વચ્ચે ઘટના બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી. ત્યારે તેને પોલીસે આરોપીઓના અટકાયતી પગલા ભરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી
મામલાની ગંભીરતા જોઈને પોલીસે ગુનો નોંધ્યો હતો, જ્યારે મારામારીની ઘટનામાં આરોપીઓના અટકાયતી પગલા ફરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે. > જી.ડી.રાજપુત, ઈન્ચા.પીઆઈ, જવાહરનગર મારા કામની વાત
Read Original Article →