ભાડાની કાર લઈને યુવક ફરાર થયો:ઝુમ કાર પરથી ગોરવાના યુવકની ક્રેટા કાર લઈ ફતેપુરાનો શખ્સ ફરાર

Gujarat4/9/2026, 12:39:48 AM
ગોરવામાં રહેતા યુવક પાસેથી તેની ક્રેટા કાર ઝુમકાર મારફતે ભાડે લઈ જઈ ફતેપુરાનો શખ્સ ફરાર થઈ ગયો હતો. યુવકે જીપીએસ મારફતે તપાસ કરતા તેની કાર મધ્યપ્રદેશમાં જણાઈ હતી. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મુળ જૂનાગઢના અને હાલ ગોરવા ઓમ ફ્લેટ ખાતે રહેતો પ્રહલાદ રમેશ બલદાણીયા એલેમ્બિક ફાર્મા કંપનીમાં રિસર્ચ એનાલિસિસ વિભાગમાં નોકરી કરે છે. તેની પાસે ક્રેટા કાર છે. પ્રહલાદને કારનું કામ ન હોય તો તે ઝુમ કાર એપ્લીકેશન મારફતે કાર ભાડે આપે છે. માર્ચ મહિનામાં ઝુમકાર એપ્લીકેશન પરથી કારનું બુકિંગ આવ્યું હતું. ફતેપુરા ભાંડવાડા ખાતે રહેતા કૃણાલ અંબાલાલ સોલંકીને બે દિવસ કાર ભાડેથી લેવી હતી. એપ્લીકેશન દ્વારા રૂ.2600 ભાડું આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ કૃણાલ કાર લઈ ગયો હતો. તેને જરૂરી દસ્તાવેજો પણ આવ્યા હતા, સાથે જ રૂ.1500 ડિપોઝિટ આપી હતી. ત્યારે કાર તા.18 માર્ચે વડોદરાથી ગોધરા તરફ જીપીએસમાં જતી જણાઈ હતી. જેથી પ્રહલાદે કૃણાલને પૂછતા તેને પોતાની સાસરી દાહોદ હોવાનું કહ્યું હતું અને કારનું ભાડું આપી દેશે તેમ કહ્યું હતું. કૃણાલે વધુ રૂ.2600 ઓનલાઈન મોકલવાને બદલે રૂબરૂ આવીને કેશમાં આપી દઈશું તેમ કહ્યું હતું. જોકે તે બાદ કૃણાલનો ફોન બંધ થઈ ગયો હતો. જેથી પ્રહલાદે જીપીએસથી જોતા કાર મધ્યપ્રદેશમાં જણાઈ હતી. બે દિવસના ~2600 ભાડું આપીને કાર લઈ ગયો હતો
Read Original Article →