પરિવારની ત્રીજી પેઢી સુધી દેહદાનની પરંપરા:પાનવલકર પરિવારનું પ્રેરણાદાયક પગલું, મોટા ભાઈ અને પત્નીની જેમ 87 વર્ષિય વૃદ્ધના નિધન બાદ દેહનું દાન કરાયું

Gujarat5/16/2026, 12:00:00 AM
પરિવારની ત્રીજી પેઢી સુધી દેહદાનની પરંપરા:પાનવલકર પરિવારનું પ્રેરણાદાયક પગલું, મોટા ભાઈ અને પત્નીની જેમ 87 વર્ષિય વૃદ્ધના નિધન બાદ દેહનું દાન કરાયું
ખંડેરાવ માર્કેટ પાસે ગણેશવાડી વિસ્તારમાં રહેતા 87 વર્ષના વૃદ્ધનું નિધન થતાં તેમના પરિવારે બરોડા મૅડિકલ કૉલેજમાં દેહદાન કર્યું હતું. તેમના પરિવારમાં આ ત્રીજું દેહદાન છે. અગાઉ 2024માં વૃદ્ધનાં પત્નીએ અને 2010માં તેમના મોટા ભાઈએ દેહદાન કર્યું હતું. ગણેશવાડીમાં રહેતા 87 વર્ષીય પદ્માકરભાઈ પાનવલકરનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું. 2016માં તેઓએ અને તેમનાં પત્નીએ દેહદાનનું ફોર્મ ભર્યું હતું. જેથી પરિવારે વૃદ્ધની ઈચ્છા મુજબ તેમનું દેહદાન કર્યું હતું. આ બાબતે તેમના પુત્ર શ્રીપાદ પાનવલકરે જણાવ્યું હતું કે, મારા પિતા સારાભાઈ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. મારી પિતરાઈ બહેન એનાટોમી વિભાગમાં હતી. હું પણ કૉલેજના સમયમાં એનાટોમી વિભાગમાં જતો હતો. જેથી મને વિભાગ વિશે અને તેની કામગીરી વિશે જાણ હતી.બહેન એનાટોમી વિભાગમાં હોવાથી 2010માં મારા કાકાએ દેહદાન કર્યું હતું. તેમનાથી મારાં માતા-પિતાએ પ્રેરણા લઈ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. દેહનું દાન કરી તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળી રહે અને સંશોધનમાં મદદરૂપ થઈ શકાય તેવા ઉમદા આશયથી તેમના પરિવારે આ નિર્ણય લીધો છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન 52 દેહનું દાન કરાયું પદ્માકર પાનવલકર } દેહદાન : 52 } અંગદાન : 18 } કિડની દાન : 28 } લીવર દાન : 12 } ચક્ષુદાન : 100+ આગલી પેઢી પણ દેહદાન કરવા માટે તૈયાર છે પાનવલકર પરિવારના 3 સભ્યો દેહદાન કરી ચૂક્યા છે. જેથી પરિવારને દેહદાનનું મહત્ત્વ જાણ છે. પદ્માકરભાઈ પાનવલકરના પુત્ર પણ દેહદાન કરવા માટે તૈયાર છે. તેઓએ જણાવ્યું હતું કે, મૃત્યુ બાદ જો શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો તે કંઈ જ કામ નથી આવતું. દેહદાનથી વિદ્યાર્થીઓને શીખવા મળે છે અને તે આપણા સમાજ માટે જ સારું છે.
Read Original Article →