અધ્યાપકોએ પ્રી-મોક ટેસ્ટ આપી સીસ્ટમની ચકાસણી કરી:કોમર્સની પ્રથમ મોક ટેસ્ટઃ વિદ્યાર્થીઓ 10થી 2માં ગમે ત્યારે લોગઇન થઇ પરીક્ષા આપશે

Gujarat5/23/2026, 12:27:57 AM
મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના પ્રવેશ માટે શનિવારે પ્રથમવાર મોક ટેસ્ટ યોજાશે. આ મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓ 10થી 2 વાગ્યા સુધીમાં ગમે ત્યારે લોગઇન થઇને પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓના મોક ટેસ્ટ પહેલા અધ્યાપકોએ પણ પ્રથમવાર પ્રી-મોક ટેસ્ટ આપી સીસ્ટમની ચકાસણી કરી હતી. 15 પ્રશ્નોના ટેસ્ટ માટે સ્ક્રીન પર એક પ્રશ્ન આવશે. વિદ્યાર્થી તેનો જવાબ આપીને સબમીટ કરશે ત્યાર બાદ જ બીજા પ્રશ્નનો જવાબ આપશે. વિદ્યાર્થીઓને લોગઇન કરતી વખતે ફી ભર્યાની પાવતી અને ઓળખપત્ર સ્ક્રીન પર દર્શાવું પડશે. તેના રેકોર્ડિંગના આધારે વિદ્યાર્થીઓનું વેરીફીકેશન થશે. વિદ્યાર્થીઓએ મોબાઇલ, લેપટોપ કે ડેસ્ક ટોપ પર કેમેરાનું એકસેસ આપવું પડશે. કોમર્સના 17 અધ્યાપકોની ટીમ કોમ્પ્યુટર સેન્ટરમાંથી ઓનલાઇન ટેસ્ટનું મોનટરીંગ કરશે. વિદ્યાર્થીઓને સમસ્યા થાય તો હેલ્પલાઇન નંબરથી મદદ કરશે. યુનિ.ના પોર્ટલ પર 9906 અને જીકાસ પર 7935 રજિસ્ટ્રેશન કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યુનિ.ના પોર્ટલ સહિત જીકાસ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. 22 મે પ્રમાણે ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે યુનિ.ના પોર્ટલ પર 9906 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે જયારે જીકાસ પર 7935 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. લોગઈન અથવા ટેક્નિકલ સમસ્યા માટે હેલ્પલાઇન નંબર જો કોઈ વિદ્યાર્થીને લોગિન અથવા ટેકનિકલ સમસ્યા હોય તો તેઓ નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. 7574000761, 7574000763 , 7574019144 6355090692, 8401572297, 6359202347 મોક ટેસ્ટ પહેલા પ્રથમવાર અધ્યાપકોએ પ્રી-મોક ટેસ્ટ આપી સિસ્ટમ ચકાસી
Read Original Article →