હનુમંત ચરિત્ર કથામાં સેવાની સરવાણી:વિધવાઓને સિલાઈ મશીન-દિવ્યાંગોને ટ્રાઈસિકલની ભેટ અપાઈ
ગોત્રી વિસ્તારમાં ભયભંજનદેવ હનુમાનજી મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે હનુમાન જયંતીથી 5 દિવસીય હનુમંત ચરિત્ર કથા યોજાઈ હતી. સાળંગપુરધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ વડોદરાના ભક્તોને 5 દિવસ સુધી કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ આયોજન દરમિયાન સામાજિક હિતના વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવ્યા હતા. ગોત્રી સ્થિત ભયભંજનદેવ હનુમાનજી મંદિરના કર્તાહર્તા શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના ગુરુ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવંદના મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવના ભાગરૂપે હનુમાન જયંતીના દિવસે નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું. મંદિરમાં સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી જેવી જ આબેહૂબ મૂર્તિ પધરાવવામાં આવી છે. કથાના પાંચમા અને અંતિમ દિવસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ નિરાધાર બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તેઓ આ બાળકોના પાલક પિતા બની તેમના શિક્ષણ સહિતની તમામ જવાબદારી ઉઠાવશે. સ્વામીજીની આ જાહેરાતને વક્તા હરિપ્રકાશદાસજી સ્વામી અને હજારો શ્રોતાઓએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. કથાના માધ્યમથી જરૂરિયાતમંદોની વ્હારે આવી સંસ્થા
Read Original Article →