40મા નવા મેયર મળશે:સ્થાયી ચેરમેન પદે પ્રદેશ સરપ્રાઇઝ આપી શકે, અન્ય પદ માટે સસ્પેન્સ હજુ યથાવત્

Gujarat5/20/2026, 12:00:00 AM
પાલિકાના મેચર, ડે.મેયર અને સ્થાયી ચેરમેનની નિમણૂકનું ગૂંચવાયેલું કોકડું 28મીએ ઉકેલાશે. ચૂંટણીના પરિણામના બરાબર એક મહિના બાદ તેનું મુહૂર્ત નીકળ્યું છે. મેયર પદ માટે રિઝર્વ દાવેદારો સહિતના નગર સેવકોમાં થનગનાટ શરૂ થઇ ગયો છે. પાર્લામેન્ટ્રીમાં ધારાસભ્યો, પ્રમુખ સહિતનાએ મૂકેલાં નામ બાદ બાકી રહેલા મહત્ત્વના હોદ્દેદારોએ પાછળથી નામો સૂચવ્યાં હતાં. આમ તો, મોવડીઓેએ પહેલેથી જ 2 નામ યાદી બહારનાં મૂકવા શહેરની નેતાગીરીને હામી ભરાવી હોવાથી છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે તો નવાઇ નહીં. પ્રદેશ પાર્લામેન્ટરીમાં શહેરની નેતાગીરીએ મૂકેલા નામ સિવાય અન્ય બે નામ આવશે તેવી સ્પષ્ટતા પ્રદેશની નેતાગીરીએ કરી હતી. જાણકારોનું માનીએ તો સ્થાયી ચેરમેનના હોદ્દા માટે પ્રદેશ તરફથી ચોંકાવનારું નામ આવે તેવી શક્યતા છે. જેમાં એક નામ પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાનું નામ હોઈ શકે. અગાઉ ડે.મેયર-ચેરમેન માટે વિષ્ણુ પ્રજાપતિ, નીતિન દોંગા અને શ્રીરંગ આયરેનાં નામ હતાં, હવે નેતા અને દંડક માટે તેમનાં નામો ચર્ચાય છે. જ્યારે પ્રદેશ અને શહેર સંગઠનના માનીતા નામ તરીકે આદિત્ય પટેલને કાર્યભાર સોંપાઈ શકે છે. બીજી તરફ વોર્ડ 11માં રિપીટ નરવીરસિંહ ચુડાસમા પણ સરપ્રાઈઝ આપી શકે છે. 22મીએ મ્યુ. કમિશનર મેયર, ડે.મેયર અને સ્થાયીનાં નામોની જાહેરાત માટે એજન્ડા પ્રસિદ્ધ કરશે. જેના 5 દિવસ બાદ 28મીએ સભામાં નવા બોર્ડની જાહેરાત થશે. મેયર : અનુસૂચિત જાતિ માટે પદ અનામત મેયરના પદ માટે ચૂંટણીનાં પરિણામો બાદ સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારનાં નામ ચાલતાં હતાં. તે પછી અનુસૂચિત જાતિ બેઠક પર જીતેલાં 2 મહિલા પૈકી ગીતાબેન મકવાણા પણ રેસમાં જોડાયાં હતાં. એક મહિના બાદ પણ આ જ નામો ચર્ચામાં છે. સંઘના હોદ્દેદારે નામ મૂકાવ્યું હોવાથી રેસમાં સમીર વાઘેલા આગળ ચાલી રહ્યા છે, તો ચેતન પરમાર માટે ધારાસભ્ય યોગેશ પટેલે કમર કસી છે. જો 33% મહિલા અનામતની બાબતને ધ્યાનમાં રખાય તો ડબલ ગ્રેજ્યુએટ ગીતાબેન મકવાણાના શિરે મેયરનો તાજ મુકાઇ શકે છે. મેયર પુરુષ હશે તો ડે. મેયર મહિલા બનશે તે નક્કી છે. ડે-મેયર : મેયરની વરણીના આધારે આ ચૂંટાશે ડે.મેયર માટે સૌથી ચર્ચિત નામ વર્ષાબેન વ્યાસ અને વોર્ડ 11નાં અર્ચનાબેન પટેલનાં ચાલી રહ્યાં છે. વર્ષાબેનનું નામ ગત ટર્મમાં મેયરના રેસમાં હતું અને આ વખતે સ્વચ્છ અને પ્રતિભાશાળી ચહેરા તરીકે જોવાઈ રહ્યું છે. બીજી તરફ અર્ચનાબેન પાછળ સંઘનું પીઠબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેજલ વ્યાસ માટે મંત્રી મનીષાબેન વકીલે પણ પ્રયાસ કરી રહ્યાં છે. સ્થાયી સમિતિના ચેરમેન : સંગઠનનું પ્રભુત્વ હશે સ્વચ્છ છબી ધરાવતા મહેસાણા લોબીના ભાણજી પટેલનું નામ પણ સૌથી મોખરે છે. સાથે જ અજિત દધીચનું નામ ચાલી રહ્યું છે. પરંતુ જો તેજલબેન વ્યાસને કોઈ હોદ્દો મળે તો અજિત દધીચનું નામ કપાઈ શકે છે. નીતિન દોંગા અને આદિત્ય પટેલ પણ રેસમાં ચાલી રહ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ પણ બેસે તો નવાઈ નહીં. જોકે પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોવડીઓએ શહેરની નેતાગીરીને તમારાં નામ સિવાય અન્ય નામ પણ આવી શકે છે તેવું કહ્યું હતું, જેથી ચેરમેન અન્ય પણ હોઈ શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વડોદરા મુલાકાત નરવીરસિંહને ફળશે ? પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોમવારે વડોદરા આવ્યા હતા. તેઓએ નમો કમલમ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપનાં સૂત્રો મુજબ તેમની આ મુલાકાત નરવીરસિંહ ચુડાસમાને ફળી શકે છે. અંબાજી ગયેલા વિશ્વકર્મા સાથે ચેતન પરમારનો ફોટોથી ચર્ચા શરૂ ચૂંટણીનાં પરિણામ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દર્શનાર્થે અંબાજી ગયા હતા. તે સમયે વોર્ડ 18ના કાઉન્સિલર ચેતન પરમાર પહોંચ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. વિશ્વકર્માએ મૂકેલા ફોટોમાં ચેતન પરમાર દેખાતાં ચર્ચાસ્પદ બન્યું છે. પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા અને નરવીરસિંહ ચુડાસમાનું નામ પણ ખૂલી શકે
Read Original Article →