પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો વાલીઓને પણ દઝાડશે:નવા સત્રથી સ્કૂલ વાનના ભાડામાં રૂ. 200, રિક્ષા ભાડામાં રૂ. 100 વધશે

Gujarat5/28/2026, 12:00:00 AM
હાલમાં, પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે હવે વાલીઓને પણ ડઝાડશે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં ભાવ વધારો થવાની શક્યતા છે. વાનમાં રૂ. 200 અને રિક્ષામાં રૂ. 100 નો ભાવ વધારો તોળાઇ રહ્યો છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં ભાવ વધારો થવાની શક્યતા છે. આ વધારો સીએનજીના ભાવમાં થતા વધારાના કારણે લેવાઈ શકે છે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં થયેલા ભાવ વધારાની અસર તમામ ક્ષેત્ર પર પડી રહી છે. ગૃહણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. તો હવે નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં ભાવ વધારો થશે. વાનમાં 200 અને રિક્ષામાં 100 રૂપીયા ભાવ વધારો થાય તેવી શકયતાઓ છે. અત્યારે વાનમાં રૂ. 1000 થી 1200 સુધી ભાડું લેવામાં આવે છે જેમાં સીધો 200 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે રિક્ષાનું અત્યારે રૂ. 700 થી 750 જેટલું ભાડું લેવામાં આવે છે, જેમાં રૂ. 100 નો ભાવ વધારો થશે. વડોદરા સ્કૂલ વાન-રિક્ષા વર્ધી એસોસિએશનના પ્રમુખ જીવન ભરવાડે જણાવ્યું હતું કે, 8મી જૂનના રોજ બેઠક મળશે ત્યારે ભાવ વધારો નક્કી કરવામાં આવશે. અમે અત્યારે જાહેરાત કરી નથી પંરતુ વાનમાં 200 રૂપિયા અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો કરવો પડે તેવી શક્યતાઓ છે. સ્કૂલ બસનું ભાડું રૂ. 500 વધે તેવી શકયતાઓ, શહેરમાં 8 હજાર વાન,1 હજાર રિક્ષાઓ ચાલે છેશહેરમાં આવેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા લઇ જવા માટે મોટી સંખ્યામાં વાન અને રીક્ષાઓ ટ્રાન્સપોર્ટ તરીકે ચાલે છે. શહેરમાં સ્કૂલ વાનની સંખ્યા 8 હજાર જેટલી છે જયારે 1 હજાર જેટલી રીક્ષાઓ છે. બસના માધ્યમથી પણ ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જાય છે. બસનું ભાડું 500 જેટલું વધે તેવી શકયતા છે.
Read Original Article →